કાબુલ એરપોર્ટ પરથી ઉડાન ભરનાર વિમાનમાંથી ત્રણ મુસાફરો નીચે પડ્યા
અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ સત્તા સંભાળી ત્યારથી મોટી સંખ્યામાં લોકો દેશ છોડીને ભાગી રહ્યા છે. દરમિયાન, કાબુલ એરપોર્ટ પરથી ઉડાન ભરનાર વિમાનમાંથી ત્રણ મુસાફરો નીચે પડી ગયા છે.
#Kabul airport #Afghanistan 😭💔 pic.twitter.com/mtVXEcY2Gk
— Omid (امید) (@imomid7) August 16, 2021
અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા બાદ કાબુલ એરપોર્ટ પર ભારે ભીડ જોવા મળી રહી છે. હાલમાં એરપોર્ટ અમેરિકન સૈનિકોના નિયંત્રણ હેઠળ છે. રોયટર્સ અનુસાર, એરપોર્ટ પર થયેલા ફાયરિંગમાં પાંચ લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. વીડિયોમાં એરપોર્ટ પર ત્રણ મૃતદેહો જોવા મળી રહ્યા છે. મૃત્યુઆંક આનાથી વધારે હોઇ શકે છે.
આ દરમિયાન કાબુલમાં ઘણા વિસ્તારોમાં લૂંટના સમાચાર છે. સરકારી નંબર પ્લેટવાળા વાહનોની લૂંટ થઈ રહી છે. કેટલાક લોકોએ તેમના અંગત વાહનોની ચોરી થઈ હોવાનો દાવો પણ કર્યો છે. એરપોર્ટ નજીક રહેણાંક વિસ્તારમાં ફાયરિંગ થયું હતું. સરકારી એજન્સીઓની કચેરીઓમાં લૂંટફાટ થઈ છે. તાલિબાનનું કહેવું છે કે અસામાજિક તત્વોએ તાલિબાનના નામે લૂંટફાટ કરી છે અને સંવેદનશીલ દસ્તાવેજ સળગાવી દીધા છે.
169 , 1