શિકારી ખુદ શિકાર બન ગયા…
સામાન્ય રીતે અજગર પોતાની શિકાર કરવાની અનોખી કળા વિશ્વભરમાં જાણીતી છે ભોગ બનનારને અણસાર પણ આવવા દેતો નથી. થાઇલેન્ડમાં એક અજગરે આવું જ કંઇક કર્યુ પણ તેને શું ખબર તેના જીવનનો અંતમિ શિકાર હશે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ઘટના થાઇલેન્ડના ફિટ્સાનુલોકની છે. અહીં એક ખતરનાક અજગર પોતાના શિકારની તલાશમાં ફરી રહ્યો હતો. આ જ વચ્ચે તેની નજર એક ખેતરમાં ફરી રહેલી ગાયના બે વાછરડા પર પડી. અજગરને જોતાં જ એક વાછરડુ તો ત્યાંથી ભાગી ગયું, પરંતુ બીજુ વાછરડુ અજગરના ભરડામાં આવી ગયું અને અજગર તેને ગળી ગયો. થોડા કલાકો બાદ જે થયું તે ખરેખર અકલ્પનીય હતું.
15 ફૂટ લાંબા બર્મીઝ અરજગર ભૂખ્યો હતો. 21 ઓગસ્ટે શિકારની તલાશમાં તે ખેતરમાં ફરી રહ્યો હતો. તે જ સમયે ખેતરમાં દેખાયેલા એક વાછરડાને તેણે ભરડામાં લઇને કોળિયો કરી લીધો. આ વચ્ચે ગાયના વાછરડાનો માલિક પોતાના જાનવરને શોધવા નીકળ્યો. તેને જ્યારે ખેતરમાં બે જાનવરોનું લોહી જોયુ તો તેને સમજાઇ ગયું કે વાછરડાનો કોઇએ શિકાર કર્યો છે. જો કે જે દ્રશ્ય તેણે જોયુ, તેની આશા ખેડૂતને ન હતી.
આ ઘટનાનો જે વીડિયો સામે આવ્યો છે, તે ખરેખર હચમચાવી નાંખે તેવો છે. અજગર લાંબા ઘાસ વચ્ચે પડ્યો છે. ગાયનું શરીર તેના પેટની અંદર છે. જે મોત બાદ ફૂલવા લાગે છે. ગાયનું શરીર ફૂલવાની સાથે અજગરનું પેટ પણ ફૂલતુ જાય છે અને આખરે તેની ત્વચા ફાટી જાય છે. પેટ ફાટી ગયા બાદ અજગરનું પણ મોત થઇ જાય છે. આ દ્રશ્યને જે અધિકારીઓએ જોયુ, તેમણે કહ્યું કે અજગર મરેલી ગાયને પચાવી ન શક્યો. અજગરની ઉંમર 8 વર્ષની હતી અને તેની લંબાઇ 15 ફૂટની હતી. સામાન્ય રીતે બર્મીઝ અજગર પોતાનાથી બમણા શિકારને પણ ખાઇને પચાવી શકે તેવી ક્ષમતા ધરાવે છે. પરંતુ આ અજગર તેમ ન કરી શક્યો. અજગર પોતાના જડબાથી શિકારને પકડીને ખેંચીને લઇ જાય છે.
231 , 1