October 1, 2022
October 1, 2022

500 કરોડની સહાય ન મળતાં અંતે ગૌશાળા-પાંજરાપોળ સંચાલકોની ધીરજ ખૂટી

એકસાથે હજારો પશુઓ છોડતા અફડા તફડી સર્જાઈ….

બનાસકાંઠાના થરાદ પ્રાંત કલેકટર કચેરી આગળ 48 કલાક અગાઉ ગૌ ભક્તો સંતોએ સાથે મળીને રાજ્ય સરકારને 500 કરોડની સહાય ચૂકવવા માટે આવેદનપત્ર અલ્ટીમેટ આપ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા 48 કલાકમાં ગૌશાળાના સંચાલકોને 500 કરોડની સહાય ચૂકવામાં ના આવતા આખરે ગૌ ભક્તો એ સરકારી કચેરી છોડવાની ચીમકી આપી હતી ત્યારે વહેલી સવારથી જ થરાદની ગૌશાળાની ગાયો થરાદ મામલતદાર કચેરીમાં મોટી સંખ્યામાં ગૌભક્તો સંતો ઉપસ્થિત રહી છોડી દેતા પોલીસ અને સંતો અને ગૌ ભક્તો વરચે ઘર્ષણ સર્જાયું હતું તેમ છતાં ગાયોને મામલતદાર કચેરીમાં છોડી મૂકી હતી જ્યારે ગૌભક્તોએ જણાવ્યું હતું કે હજી આવનારા સમયમાં તમામ વિસ્તારમાંથી ગાયો સરકારી કચેરીઓમાં લાવી છોડી દેવામાં આવશે.

વાવ સુઈગામ હાઈવે ઉપર ભાટવર હાઇવે રોડ ની બને બાજુ 5 કિલોમીટર લાઈનો લાગી હતી આજુબાજુની ગૌશાળાની ગાયો રોડ ઉપર છોડી મુકતાં બને બાજુ વાહન વ્યવહારની લાંબી લાઇન લાગી હતી. વાવના બીયોક ગામની ગૌ શાળાની ગાયો રોડ ઉપર છોડી મુકતા મીઠા થરાદ હાઇવે ઉપર ભારે વાહનનો લાઇન લાગી હતી. તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે તે માટે ડીસાની ગૌશાળા અને પાંજરાપોળ આગળ પણ બેરીકેટ ગોઠવી દેવાયા છે.

નોંધનીય છે કે, ગૌશાળા પાંજરાપોળોમાં ઢોરોના નિભાવ માટે આવતું દાન બંધ થતા પાંજરાપોળ સંચાલકોએ સરકાર પાસે સહાયની માંગણી કરતા સરકારે રૂપિયા 500 કરોડની સહાય જાહેર કરી હતી. જોકે છ મહિના બાદ પણ સહાય પેટે એક પણ રૂપિયો ન ચૂકવતા સંચાલકોએ અનેક રીતે આંદોલન કરી સરકારને રિઝવવાનો તમામ પ્રયાસો કર્યા હતા.

 41 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved