September 25, 2022
September 25, 2022

અમદાવાદ : મોબાઇલના બહાને છેતરપિંડી કરતી યુપીની ગેંગ ઝડપાઇ, સાણંદ પોલીસે શરૂ કરી તપાસ

મોંઘા મોબાઈલની લાલચમાં કાંચના ટુકડા આપી ફરાર થઇ જતાં

સાણંદ પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે. સાણંદ પોલીસે યુપીની એક ગેંગના ચાર લોકોની ધરપકડ કરી છે. આરોપીઓ મોંઘા મોબાઇલ સસ્તામાં આપવાની વાત કરીને પલભરમાં લોકો સાથે છેતરપિંડી કરીને ફરાર થઈ જતા હતા. આરોપીઓ વર્ષમાં એક બે વાર ગુજરાતમાં આવી છેતરપિંડી કરીને પરત ઉત્તર પ્રદેશમાં આવેલ પોતાના વતન મુજફ્ફરનગરમાં જતા રહેતા હતા.

મળતી માહિતી પ્રમાણે આરોપી GIDC વિસ્તારમાં મજૂરી કરતા પરપ્રાંતિય લોકોને ટાર્ગેટ કરતા હોવાનુ સામે આવ્યું છે. આ સાથે જ આરોપીઓ ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં પણ આ મોડસ ઓપરેન્ડી સાથે ઘણા લોકો સાથે છેતરપિંડી કરતા હોવાનું પણ સામે આવ્યું છે.

વિગતવાર વાત કરીએ તો આરોપીઓ કોઈપણ વ્યક્તિને પેહલા અસલી મોબાઇલ જેની કિંમત 25 થી 30 હજાર હોય એવા મોબાઇલ બતાવતા હતા અને ત્યાર બાદ 4 થી 5 હજારમાં આપવાની વાત કરીને અસલી મોબાઈલ પોકેટમાં નાંખી અન્ય મોબાઈલ જેવી વસ્તુ કાઢીને આપી દેતા હતા. મહત્વનું છે કે આરોપીઓ કાંચનો ટુકડો કવરમાં નાખીને રાખતા અને કવરના ચેઈનમાં ફેવક્વીક નાંખી દેતા હતા. જેથી મોબાઇલ ખરીદનાર જયાં સુધી મોબાઈલ ખોલીને જોવે ત્યાં સુધી આરોપી પોતાના સહ આરોપી સાથે બાઈક ઉપર ફરાર થઈ જતાં હતાં.

તપાસમાં સામે આવ્યું છે કે આ પ્રકારની 2 ગેંગ ગુજરાતમાં હતી અને જેમાં એક પકડાઈ ગઈ છે તો અન્ય એક ગેંગ હાલ પણ ફરાર છે અને આ લોકોએ છેલ્લા 6 દિવસમાં 50 થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી ચૂક્યા છે. આરોપીઓ દર વર્ષે ગુજરાતના અલગ-અલગ જીલ્લાઓમાં આવીને લાખોની છેતરપિંડી કરી ફરાર થઈ જતાં હતાં. હાલ તો આ લોકો પાસેથી અલગ-અલગ મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે.

 52 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved