માતાની નજર સામે જ બાળક કચડાયું, ટ્રાફિક-પોલીસે હાથ ધરી તપાસ
અમદાવાદમાં સહજાનંદ કોલેજ પાસે અકસ્માત સર્જાયો છે. જેમાં માતા બાળકને સ્કૂલે મુકવા જતી હતી, ત્યારે એએમસીના ડમ્પરે ટક્કર મારી હતી. જેમાં બાળકનું ઘટના સ્થળ પર મોત થયુ છે. તથા ઈજાગ્રસ્ત માતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે.
શહેરમાં બેફામ વાહનો ચલાવવા કોઈ નવી વાત નથી, જેને પગલે દરરોજ નિર્દોષ નાગરિકો જીવ ગુમાવી રહ્યા છે. આજે શહેરના પાંજરાપોળ વિસ્તારમાં સહજાનંદ કોલેજ નજીક ડમ્પરચાલકે દીકરાને સ્કૂલે મૂકવા જઈ રહેલી એક્ટિવાચાલક મહિલાને અડફેટે લીધી હતી, જેમાં દહર ભટ્ટ નામના બાળકનું મોત થયું હતું. માતાની નજર સામે જ બાળકનું કચડાવાથી મોત થયું છે. આ મામલે ટ્રાફિક-પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આંબાવાડીમાં આવેલી અમૃત જ્યોતિ સ્કૂલના જુનિયર કેજીમાં ભણતા દહર ભટ્ટ માતા સુરભિની સામે જ ડમ્પર નીચે કચડાઈ ગયો હતો.
124 , 1