February 1, 2023
February 1, 2023

અમદાવાદ : યુક્રેનમાં ફસાયેલાં ભારતીયોની સુરક્ષા માટે સર્વ ધર્મ પ્રાર્થના યોજાઈ

વૈશ્વિક શાંતિ માટે પણ પ્રાર્થના કરવામાં આવી

હાલમાં રશિયાએ મુકેલ યુક્રેનમાં કરેલા હુમલાના પગલે શાંતિનું વાતાવરણ ઢોળાયું ગયું છે તેની સાથે-સાથે યુક્રેનમાં ભારતના અને ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ પણ ફસાયા છે. એટલું જ નહી બંકરમાં રહેવાની ફરજ પડી રહી છે. ખાવાપીવાનાનો જથ્થો ખૂટી રહ્યો છે તેમના માતા પિતા ચિંતીત બન્યા છે.

તેવા સમયે યુક્રેનમાં ફસાયેલા ભારતીય અને ગુજરાતી વિદ્યાર્થીઓ હેમ ખેમ સુરક્ષિત પાછા ફરે અને યુદ્ધની કટોકટીમાંથી વિશ્વ સત્વરે બહાર આવે અને‌ ફરી એકવાર દુનિયામાં સુખ-શાંતિ અમન ચેનનું વાતાવરણ સર્જાય તે માટે અમદાવાદ શહેરના જનતાનગર અમરાઈવાડી રોડ ખાતે સર્વ ધર્મ પ્રાર્થના માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ જ્યોર્જ ડાયસ (પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર) અને મમતાબેન તિવારીની આગેવાની હેઠળ એક પ્રાર્થનાનું આયોજન કર્યું હતું. જેમાં બંને દેશો વચ્ચે શાંતિની સ્થાપના થાય તેમજ હેમ ખેમ ભારતીયો સ્વદેશ પરત ફરે તેવી અરજ કરવામાં આવી હતી.

પ્રાથના સભામાં જ્યોર્જ ડાયસ, પંડિત અશોક શાસ્ત્રી મમતાબેન દિવાળી નરેન્દ્ર ભુસરી,રફીક શેખ, નરેન્દ્ર સિંહ ચાવડા, સંદીપ યાદવ, અતિશ પંચોલી વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 116 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved