હાથમાં ઇન્જેક્શન લગાવી કર્યો આપઘાત, શહેર કોટડા પોલીસે શરૂ કરી તપાસ
અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં આપઘાતની ઘટના સામે આવી છે. રેસીડેન્ટ ડોકટરે ખુદ હાથમાં ઇન્જેક્શન લગાવી મોતને વહાલું કહ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં આવ્યું છે. આ મામલે શહેર કોટડાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વિગત મુજબ, શારદાબેન હોસ્પિટલમાં રેસીડેન્ટ ડોકટર તરીકે ફરજ બજાવતા અને હોસ્ટેલમાં રહેતા પાર્થ પટેલ નામના યુવકે આપઘાત કર્યો હતો. ગત મોડી રાત્રે મિત્રો સાથે છૂટા પડી પાર્થ પોતાના રૂમમાં ગયો હતો અને સવારે રૂમમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ શહેર કોટડા પોલીસ સ્થળ પર પહોંચી તપાસમાં લાગી હતી.
પાર્થે હાથમાં કોઇ ઇન્જેક્શન લગાવી મોતને વહાલું કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, એકાદ મહિના પહેલા પાર્થની સગાઈ તૂટી ગઈ હતી. જેને કારણે પણ પાર્થે આ પગલું ભર્યું હોય શકે છે. જોકે પોલીસે પાર્થનો મોબાઈલ એફ એસ એલમાં મોકલ્યો છે. યુવકના આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી, આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
71 , 1