પીડિત પરિવારોએ મીઠાઈ વહેંચીને કહ્યું – અમને ન્યાય મળ્યો….
અમદાવાદના 2008ના સિરીયલ બ્લાસ્ટના આરોપીઓને ફાંસીની સજા મામલે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પીડિત પરિવારોએ મીઠ્ઠાઈ ખવડાવી તેમજ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. દેશના ઈતિહાસમા પ્રથમવાર 38 આરોપીને ફાંસીની સજાને આવકાર્યો હતો.

સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે. આ કેસના 49 દોષિતમાંથી સ્પેશિયલ કોર્ટે 38ને ફાંસી અને 11ને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કેદની સજા સંભળાવી છે. આ દોષિતોને 302 કલમ, રાજદ્રોહ અને UAPA(અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ) હેઠળ સજા ફટકારવા આવી છે.

દેશના ઇતિહાસમાં પહેલીવાર એકસાથે 38ને ફાંસીની સજા આપવામાં આવી છે. આ પહેલાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં 26ને ફાંસીની સજા આપવામાં આવી હતી
108 , 1