એપ્રિલ માસના પ્રથમ દિવસે જ વધ્યા ફ્યૂલના ભાવ
હવાઇ મુસાફરી કરનારાઓ માટે મોટા સમાચાર છે. એપ્રિલ મહિનાના પ્રથમ દિવસે જ જેટ ફ્યૂલ અથવા એર ટર્બાઇનના ભાવ વધી ગયા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ જેટ ફ્યૂલની ભાવમાં 2 ટકાનો વધારો કરી દીધો છે. ત્યારબાદ જેટ ફ્યૂલના ભાવ 1,12,924.83 રૂપિયા પ્રતિ કિલોલીટરના રેકોર્ડ પર પહોંચી ગયો છે.
એટીએફના ભાવમાં આ વર્ષે 7મીવાર વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં તેના ભાવમાં 2 ટકા એટલે કે 2,258.54 રૂપિયા પ્રતિ કિલોમીટરનો વધારો થયો છે, ત્યારબાદ એટીએફના ભાવ 1,12,924.83 રૂપિયા પ્રતિ કિલોલીટર પર પહોંચી ગયો છે.
નોંધનીય છે કે, સરેરાશ આંતરરાષ્ટ્રીય કિંમતના આધારે જેટ ઈંધણની કિંમતો દર મહિનાની 1 અને 16 તારીખે સંશોધિત કરવામાં આવે છે. વર્ષ 2022ની શરૂઆતથી એટીએફના ભાવમાં વધારો થયો છે. 1 જાન્યુઆરીથી ઈંધણમાં 7 વખત વધારો કરવામાં આવ્યો છે. આ વર્ષે એટીએફના ભાવમાં 38,902.92 કિલોલીટર અથવા લગભગ 50 ટકાનો વધારો થયો છે.
59 , 1