દેશના સૌથી અમીર માણસ મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીના લગ્ન શાહી અંદાજમાં કરવામાં આવ્યા હતા. આકાશ અને શ્લોકા 9 માર્ચના રોજ લગ્નના અતૂટ બંધનમાં બંધાયા હતા. આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન મુંબઇ સ્થિત જીઓ વર્લ્ડ સેન્ટરમાં થયા હતા. લગ્નનો ઉત્સવ 3 દિવસ ચાલ્યો હતો. આ બંનેના વારંવાર અનેક વીડિયો વાયરલ થતા રહે છે. હાલમાં પણ તેમનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે અને દર્શકો દ્વારા ખુબ જોવામાં પણ આવ્યો છે.
તેવામાં આકાશ અને શ્લોકાનો કિસિંગ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાઇરલ થઇ રહ્યો છે. જેમાં ડાંસ કરતા સમયે આકાશ અને શ્લોકાને ફેમિલી અને મિત્રો ડિમાન્ડ કરી રહ્યા છે કે તે રોમેન્ટિક રીતે કિસ કરે. જેમાં લોકલાગણીને માન આપી આકાશે શ્લોકાને કિસ કરી હતી. જેથી શ્લોકા શરમાઇને લજામણી બની ગઇ હતી.
View this post on InstagramA post shared by CelebrityCouple (@celebrity_couplez) on
આ રોમેન્ટિક ક્ષણમાં આકાશનો નાનો ભાઈ અનંત અને તેમની ગર્લફ્રેન્ડ પણ ભાઈ ભાભીને ચિયર કરતા જોવા મળે છે. રાધિકા અને અનંત ઘણીવાર સાથે જોવા મળે છે. તમને જણાવી દઈએ કે શ્લોકા અને આકાશના આ ડ્રેસને મનીષ મલોહ્ત્રાએ ડિઝાઈન કર્યા છે.
179 , 1