February 1, 2023
February 1, 2023

અખિલેશ યાદવ સપાની સૌથી સુરક્ષિત બેઠક પરથી ચૂંટણી લડશે

સમાજવાદી પાર્ટીએ કરી જાહેરાત

ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓની તારીખ જાહેર થતા રાજકીય માહોલ પણ ગરમાઈ રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે સપાના વડા અખિલેશ યાદવ યુપી ચૂંટણી લડશે કે નહીં તે સવાલ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે કેમ આજે સમાજવાર્દી પાર્ટીએ અખિલેશ યાદવ મૈનપુરીના કરહલ બેઠક પરથી ચૂંટણી લડશે તેમ જણાવ્યું હતું.

આપને જણાવી દઈએ કે પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવ પણ આ વિધાનસભાથી પહેલી ચૂંટણી લડ્યા હતા અને ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા હતા. આ સિવાય સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવે કરહલની જૈન ઈન્ટર કોલેજમાંથી શિક્ષણ મેળવ્યું હતું અને તેઓ અહીં શિક્ષક પણ હતા. કરહલ મુલાયમ સિંહ યાદવના ગામ સૈફઈથી માત્ર ચાર કિલોમીટર દૂર છે.

કરહલ વિધાનસભા સીટ પર સમાજવાદી પાર્ટી (SP)એ સાત વખત કબજો કર્યો છે. દલિત મજૂર કિસાન પાર્ટીના બાબુરામ યાદવ આ વિધાનસભા બેઠક પરથી 1985માં, સમાજવાદી જનતા પાર્ટી (SJP) 1989 અને 1991માં અને બાબુરામ યાદવ 1993, 1996માં એસપીની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. સપાના અનિલ યાદવ 2000ની પેટાચૂંટણીમાં, 2002માં ભાજપ અને 2007, 2012 અને 2017માં સપાની ટિકિટ પર સોવરન સિંહ યાદવ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

કરહલ વિધાનસભા બેઠક પરથી 2017ની ચૂંટણીમાં સપાએ માત્ર સોવરન સિંહ યાદવ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. SPની ટિકિટ પર મેદાનમાં ઉતરેલા સોવરન સિંહ યાદવે તેમના નજીકના હરીફ ભારતીય જનતા પાર્ટી (BJP)ના રામા શાક્યને 40 હજારથી વધુ મતોના જંગી અંતરથી હરાવ્યા હતા.

બીજી તરફ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદ સીએમ યોગી આદિત્યનાથ સામે મેદાનમાં ઉતરશે. ચંદ્રશેખર આઝાદે જાહેરાત કરી છે કે તેઓ ગોરખપુર સદર બેઠક પરથી સીએમ યોગી સામે વિધાનસભા ચૂંટણી લડશે. આ પહેલા 18 જાન્યુઆરીએ ભીમ આર્મી ચીફે યુપીમાં 33 સીટો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી હતી.

 111 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved