જાણો તેના ખાવાથી શું થાય છે ફાયદા..
શિયાળામાં વટાણા લગભગ બધાની પસંદ હોય છે. નાનકડા દેખાતા વટાણાના દાણા માત્ર ખાવામાં જ સ્વાદિષ્ટ નથી હોતા પરંતુ પોષક તત્વોથી ભરપૂર હોય છે. મટર ને કોઈ પણ વસ્તુમાં નાખી ખાઈ શકાય છે. ખાસ કરીને શાકાહારીઓએ જરૂર ખાવું જોઈએ. ઘણી રિસર્ચમાં લીલા વટાણાને જૂની બીમારી સામે કારગર માનવામાં આવ્યા છે. આઓ જાણીએ શિયાળામાં મટર ખાવાથી શરીરને શું ફાયદા થાય છે.
વજન ઘટાડવામાં કારગર
લીલા વટાણા પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હોય છે આ બંને વસ્તુ પેટને લાંબા સમય સુધી ભરેલી રાખે છે જેનાથી જલ્દી ભૂખ લાગતી નથી. એમાં કેલેરી ખુબ ઓછી માત્રામાં હોય છે. જો તમે વજન ઘટવાની કોશિશ કરી રહ્યા છો તો પોતાની ડાઈટમાં મટર જરુર સામેલ કરો. મટરને ઉકાળી, શાક અથવા સૂપ બનાવી લઇ શકો છો.
પ્રોટીનનો સારો સ્ત્રોત
પ્રોટીન સહીત માટે ઘણી રીતે જરૂરી છે. લગભગ આડધ કપમાં મટરમાં 4 ગ્રામ પ્રોટીન હોય છે. માત્ર પ્રોટીન જ નહિ, વટાણામાં આયરન, ફાસ્ફોરસ, ફોલેટ અને વિટામિન A, K અને C પણ હોય છે. પ્રોટીન વજન ઘટાડવામાં મદદ કરે છે અને હાડકાઓની તાકાત વધારે છે. એમાં મળી આવતું વિટામિન C ઇમ્યુનીટી વધારવાનું પણ કામ કરે છે.
ડાયાબિટીઝમાં ફાયદાકારક
વટાણા બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરે છે. માટે એને ડાયાબિટીઝમાં ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. વટાણામાં ગ્લાયસેમીક ઇન્ડેક્સ ઓછું હોય છે માટે ડાયાબિટીઝના દર્દીઓને પોતાની ડાઈટમાં આ જરૂર સામેલ કરવું જોઈએ. એમાં મળી આવતું વિટામિન ડાયાબિટીઝ થવાની સંભાવના ઓછી કરે છે.
યોગ્ય પાચન જાળવે છે
લીલા વટાણામાં ફાયટીક એસિડ અને લેકટીન્સ જેવા પોષક તત્ત્વો હોય છે, જે આયર્ન, ઝિંક, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ખનિજોને શોષવાની ક્ષમતા ધરાવે છે. લેક્ટીનને કારણે પેટમાં ગેસ અને પેટનું ફૂલવું થાય છે અને વટાણા તેને ઘટાડવામાં મદદ કરે છે. તેમાં જોવા મળતા ફાઈબર કબજિયાતની સમસ્યાને દૂર કરે છે અને આંતરડાની ગતિમાં સુધારો કરે છે.
હૃદય માટે સ્વસ્થ
વટાણામાં મળતા મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા મિનરલ્સ હૃદય માટે ફાયદાકારક છે. હાઈ બ્લડ પ્રેશરને કારણે મોટાભાગના હૃદય રોગ થાય છે. વટાણા હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. તેમાં રહેલા ફાઈબર ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ પણ હૃદયને સ્વસ્થ રાખે છે.
101 , 1