October 6, 2022
October 6, 2022

AMC સંચાલિત સ્કૂલબોર્ડનું વર્ષ 2022-23નું બજેટ મંજૂર..

ઓનલાઈન અભ્યાસ માટે ધો. 6થી 8ના વિદ્યાર્થીઓને અપાશે સ્માર્ટફોન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલબોર્ડના વર્ષ 2022-23ના 887 કરોડના ડ્રાફ્ટના અંદાજપત્રમાં 6 કરોડનો વધારો કરી 893 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ દરમિયાન સ્કૂલ બોર્ડના ચેરમેન સુજય મહેતાએ જણાવ્યું કે, મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ દ્વારા અંગ્રેજી માધ્યમની 8 અને 23 નવી શાળાઓ શરૂ કરવામાં આવશે.

કોરોનાકાળમાં કોર્પોરેશન અને સ્કૂલ બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, બાળકો આગામી દિવસોમાં ઓનલાઈન ભણી શકે તેના માટે શહેરમાં સર્વે કરી જે બાળકો પાસે સ્માર્ટ ફોન ન હોય અને ઓનલાઈન શિક્ષણ માટેની વ્યવસ્થા ન હોય તેને સ્માર્ટ ફોન આપવામાં આવશે. જે અંતર્ગત ધો. 6થી 8ના 5 હજાર જેટલા વિદ્યાર્થીઓને સ્માર્ટ ફોન અપાશે.

ભણશે અમદાવાદ, રમશે અમદાવાદ અને શીખશે અમદાવાદ અંતર્ગત 1 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ સિવાય મલ્ટીમીડિયા સ્ટુડિયો તથા વર્ગખંડોના નિર્માંણ અને રીનોવેશન માટે પણ 1 કરોડની ફાળવણી કરવામાં આવી છે. શાળાઓ અને ઓફિસમાં વહીવટીકરણમાં સરળતા માટે એપ બનાવાશે. સ્કૂલોમાં મધ્યાહન ભોજન માટે શેડ બનાવવા પાછળ 6 કરોડનો ખર્ચ કરવામા આવશે.

‘Fit India’ મૂવમેન્ટને સાર્થક બનાવવા માટે આગામી સમયમાં મ્યુનિ. શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે રમત-ગમતના આધુનિક સાધનો વિકસાવાશે અને સ્વસ્થ બાળક, તંદુરસ્ત બાળક પ્રોજેક્ટનું અમલીકરણ કરાશે. આ સિવાય આત્મિનિર્ભર ભારત અંતર્ગત વિદ્યાર્થીઓનાં કૌશલ્ય વિકાસની પ્રવૃત્તિઓનું આયોજન પણ કરાશે.

બાળકોની આંતરિક સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય તે માટે કલા, સંગીત, રમત-ગમત, અભિવ્યક્તિ તથા કૌશલ્ય વિકાસલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન તેમજ વિદ્યાર્થીઓને જીવાતા જીવનને ઉપયોગી શિક્ષણ મળી રહે તેવું આયોજન પણ કરાશે.

 91 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved