કહ્યું, આટલો જોખમી શારીરિક શ્રમ કરવો જોઈએ નહિ
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા હંમેશા લોકો સાથે પોતાના વિચારો શેર કરતા જોવા મળે છે. એટલું જ નહીં તેમના ફોલોઅર્સ પણ ઝડપથી પ્રતિક્રિયા આપતા જોવા મળે છે. ત્યારે તાજેતરમાં આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે તે જોઈને તમે પણ ચોંકી જશો.
આ વીડિયોમાં એક વ્યક્તિ તેના માથા પર એક પછી એક ઈંટો મૂકીને સંતુલિત કરી રહ્યો છે. આ વીડિયો એક બાંધકામ સાઇટ પરનો હોય તેવુ લાગી રહ્યુ છે. આનંદ મહિન્દ્રાએ આ વ્યક્તિની કુશળતાની પ્રશંસા કરી અને વીડિયો પોસ્ટ કરવાની સાથે કેપ્શનમાં લખ્યું કે, “મજુરોનું જીવન જોખમોથી ભરેલું છે.”
આનંદ મહિન્દ્રાએ પોતાની ટ્વિટમાં લખ્યું કે, ‘કોઈએ પણ જોખમી શારીરિક શ્રમ કરવો જોઈએ નહિ, પરંતુ આ માણસની મહેનતની એક કલા તરીકે પ્રશંસા કરવી જોઈએ. વધુમાં લખ્યું કે, કોઈને ખબર છે કે આ વીડિયો ક્યાંનો છે ? શું ત્યાં કર્મચારીઓ માટે ઓટોમેટિક મશીનો ઉપલબ્ધ કરાવી શકાય એમ છે?’
આ વીડિયો જોયા બાદ ટ્વિટર યુઝર્સે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. જેમાં એક યુઝરે લખ્યું, “સર, જો આ કામ ઓટોમેટિક મશીનથી થાય અને જો આ વ્યક્તિ અન્ય કામ કરવામાં કુશળ ન હોય, તો તે અને તેના જેવા ઘણા લોકો આજીવિકા ગુમાવશે.” અન્ય એક યુઝરે લખ્યું કે, જો આ લોકો સખત મહેનત ન કરે તો તેમને બે વખતની રોટલી પણ નસીબ થતી નથી.
No one should have to do such risky manual labour. But you have to admire this man for turning his drudgery into an art form. Does anyone know where this is from? Can his employers provide automation & also recognise his higher order skills? (From Signal) pic.twitter.com/5IZ7NyiIS1
— anand mahindra (@anandmahindra) August 16, 2021
97 , 1