બસ ભેખડ પરથી ખાડીમાં પડી, 45થી વધુ ઘાયલ
આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં શનિવારે રાત્રે બસ દુર્ઘટનામાં સાત લોકોના મોત થયા છે અને 45 લોકો ઘાયલ થયા છે.
રિપોર્ટ અનુસાર, આ દુર્ઘટના તિરુપતિથી 25 કિલોમીટર દૂર બકરાપેટામાં થઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ડ્રાઇવરની બેદરકારીને કારણે બસ ભેખડ પરથી ખાડીમાં પડી હતી. એસપી તિરુપતિએ જણાવ્યું કે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવ્યું છે કે આ બસ સગાઈ સમારોહમાં જઈ રહી હતી.
બકરાપેટા ઘાટ નજીક ખીણ વિસ્તારમાં બસ સ્લીપ થઈ ગઈ હતી. જેના કારણે 7 લોકોના મોત થયા હતા. અને બાકીના ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા તુરંત જ રેસ્ક્યૂ શરૂ કરી દેવામાં આવ્યું હતું.
115 , 1