October 6, 2022
October 6, 2022

મુખ્ય સેવિકા તથા ગ્રામ સેવકની ભરતીનું એલાન…

મુખ્ય સેવિકાની 225 અને ગ્રામ સેવકની 1571 જગ્યાઓ માટે ભરતી

ગુજરાત પંચાયત વિભાગ દ્વારા વધુ 2 ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મુખ્ય સેવિકાની 225 જગ્યાઓ માટે ભરતી તો ગ્રામ સેવકની 1571 જગ્યાઓ માટે પણ ભરતી કરાઇ જાહેર કરવામાં આવી છે. બંને ભરતી માટે 30 માર્ચથી 15 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની જાણકારી અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા પંચાયત સેવા વર્ગ-૩ ના નીચે મુજબના સંવર્ગની નીચે પત્રકમાં દર્શાવલ જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે તા.30-૦૩-૨૦૨૨ થી તા.15-૦4-૨૦૨૨ દરમ્યાન ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવ્યા છે. આ માટે ઉમેદવારે ઓજસની વેબસાઇટ પર સંબંધિત સમયગાળા દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે. સંબંધિત સંવર્ગોની સીધી ભરતીની જગ્યા માટેની વિગતવાર જાહેરાત જેમાં વધમર્યાદા રીક્ષણિક લાયકાત,ઓનલાઇન અરજી કરવાની રીત, ફી ભરવાની રીત તથા કુલ જગ્યાઓ પૈકી દિવ્યાંગ ઉમેદવારો,માજી સૈનિક તથા મહિલાઓ માટે અનામત જગ્યાની વિગતો તેમજ અન્ય વિગતવાર જોગવાઇઓ માહિતી/સુચનાઓ દર્શાવતી વિગતવાર જાહેરાત પાછળથી નોટીસ બોર્ડ ઉપર તેમજ મંડળની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે.

ગ્રામ પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા જુનિયર ક્લાર્ક વર્ગ-3 સંવર્ગની સીધી ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.કુલ 1181 જગ્યાઓ માટે અરજી ફોર્મ મંગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ૧૮-૦૨-૨૦૨૨ થી તા.૦૮-૦૩-૨૦૨૨ દરમ્યાન ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવેલ હતા.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી) વર્ગ-3 સંવર્ગની ખાલી જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીપત્ર મંગાવવામાં આવ્યા હતા જેમાં 3437 જગ્યાઓ માટે 23 લાખથી વધુ ફોર્મ ભરાયા હતા.

 57 ,  2 

Gujarat Vandan © 2021, All Rights Reserved