મુલાયમ સિંહ, હેમન્ત ચૌહાણ, જાકિર હુસૈન, રાકેશ ઝુનઝુનવાલા સહિત 106 મહાનુભાવોને પદ્મ પુરસ્કાર
ભારત સરકાર દ્વારા પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ભારતના મહાનુભાવો કે જેમણે દેશ માટે વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપ્યું છે તેઓને પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. જેમા દેશની જાણીતી હસ્તીઓની વાત કરીએ તો નારાયણ મુર્તિના પત્ની અને જાણીતા લેખક સુધા મુર્તિને પદ્મ ભુષણ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય જાણીતા બિઝનેસમેન કુમાર મંગલમ બિરલાને પદ્મ ભુષણ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે.
રાષ્ટ્રપતિએ વર્ષ 2023 માટે 106 પદ્મ પુરસ્કારોની સૂચિને મંજૂરી આપી દીધી છે. આ યાદીમાં 6 પદ્મ વિભૂષણ, 9 પદ્મ ભૂષણ અને 91 પદ્મશ્રીનો સમાવેશ થાય છે. આ વખતે 19 એવોર્ડ વિજેતાઓ છે અને આ યાદીમાં રેનર્સ/એનઆરઆઈ/પીઆઈઓ/ઓસીઆઈની કેટેગરીમાં 2 વ્યક્તિઓ અને 7 મરણોત્તર એવોર્ડ વિજેતાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
પદ્મ ભૂષણ માટે 9 નામ પસંદ કરાયા છે. જેમા એસ એલ ભયરપ્પા, કુમાર મંગલમ બિરલા, દીપક ધર, વાણી જયરામ, સ્વામી ચિન્ના જિયાર, સુમન કલ્યાણપુર, કપિલ કપૂર, સુધા મૂર્તિ અને કમલેશ ડી પટેલને પદ્મ ભૂષણથી નવાજવામાં આવશે.
91 હસ્તીઓને પદ્મશ્રી એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યાં છે. જેમા રાકેશ ઝુનઝુનવાલા (મરણોપરાંત), આરઆરઆર મ્યુઝિક કમ્પોઝર એમ.એમ.કેરાવાણી, અભિનેત્રી રવીના રવિના રવિ ટંડન સહિત 91 હસ્તીઓને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો છે.
ગુજરાતમાંથી આ હસ્તીઓને પદ્મ એવોર્ડ
પદ્મ વિભૂષણ
- બાલકૃષ્ણ દોષી (મરણોત્તર), આર્કિટેક્ટર, ગુજરાત
પદ્મશ્રી
- પ્રેમજીત બારિયા, કલા, દાદરા નગર હવેલી અને દમણ-દીવ
- ભાનુભાઈ ચિતારા, કલા, ગુજરાત
- હેમંત ચૌહાણ, કલા, ગુજરાત
- મહિપત કવિ, કલા, ગુુજરાત
- અરઝીજ ખંભાતા (મરણોત્તર), ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી, ગુજરાત
- હિરાબાઈ લોબી, સોશિયલ વર્ક, ગુજરાત
- પ્રો. મહેન્દ્ર પાલ, સાયન્સ એન્ડ એન્જિનયરિંગ, ગુજરાત
- પરેશભાઈ રાઠવા, કલા, ગુજરાત
63 , 2