સમગ્ર રાજ્યમાં આજે અને આવતીકાલે ધોરણ સાતની પરીક્ષા રદ
ભાવનગરના તળાજા તાલુકાના નેસવડ ગામમાંથી પેપરોની ચોરીની ઘટના સામે આવી છે. નેસવડ ગામની પ્રાથમિક શાળામાંથી ધોરણ 6 થી 8ના પેપરોની ચોરી થઈ છે. પેપરોની ચોરી થતા શાળાના આચાર્યે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. જેના કારણે રાજ્યભરની સરકારી શાળાઓમાં આજે અને આવતીકાલની ધોરણ 7ની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે.
મળતી જાણકારી અનુસાર, રાત્રીના સમયે પ્રાથમિક શાળામાં અજાણ્યા શખ્સો આ પ્રશ્ન પત્ર ચોરી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ બાદ એલસીબી, એસઓજી, ડોગ સ્કવોર્ડ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શાળાની આજે અને આવતીકાલે લેવાનારી પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે. સ્કૂલમાંથી ધોરણ સાતનું વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્રની ચોરી થઇ છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ રાત્રે જ સાતથી આઠ શખ્સોની પોલીસે પૂછપરછ શરૂ કરી હતી.
79 , 1