November 29, 2022
November 29, 2022

શ્રદ્ધા મર્ડર કેસમાં વધુ એક ખુલાસો: આફતાબે 2 વર્ષ પહેલા શ્રદ્ધાને હત્યા કરી ટુકડા કરી નાખવાની ધમકી આપી હતી

શ્રદ્ધાએ બે વર્ષ પહેલા નવેમ્બર 2020માં આફતાબ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી

શ્રદ્ધા હત્યા કેસમાં વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે. શ્રદ્ધાએ બે વર્ષ પહેલા નવેમ્બર 2020માં આફતાબ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોતાની ફરિયાદમાં શ્રદ્ધાએ આફતાબને લઇને કહ્યું હતું કે તેના જીવને ખતરો છે. એટલું જ નહીં, શ્રદ્ધાએ દાવો કર્યો કે આફતાબ તેના શરીરના ટુકડા કરવાની ધમકી આપે છે. શ્રદ્ધાએ મુંબઈના તુલિંજ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ કરી હતી.

શ્રદ્ધાએ આફતાબ વિરુદ્ધ ફરિયાદમાં કહ્યું હતું કે તે તેની સાથે મારપીટ કરતો હતો. આજે તેણે મને મારવાનો પ્રયાસ કર્યો હતો. તે મને ધમકી આપે છે કે તે મારા શરીરના ટુકડા કરી દેશે. છેલ્લા 6 મહિનાથી તે મને માર મારી રહ્યો છે. પરંતુ તે મને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો રહે છે, જેથી હું પોલીસ પાસે જાવ નહીં. તેના સંબંધીઓ પણ જાણે છે કે તે મને મારતો હતો અને મારી નાખવાની કોશિશ કરતો હતો. શ્રદ્ધાએ આગળ લખ્યું કે હવે હું તેની સાથે રહેવા માંગતી નથી. તે મને બ્લેકમેઈલ કરે છે, તેથી જો મને કંઈ થશે તો તે તેના માટે જવાબદાર રહેશે. તે મારી સાથે લડે છે.

આફતાબે શ્રદ્ધાની હત્યા કરી લાશના 35 ટુકડા કરી નાખ્યા

મુંબઈની શ્રદ્ધા આફતાબ સાથે દિલ્હીના મેહરૌલીમાં લિવ-ઈન ફ્લેટમાં રહેતી હતી. આરોપ છે કે આફતાબે 18 મેના રોજ શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી હતી. આફતાબના કહેવા પ્રમાણે, શ્રદ્ધા તેના પર લગ્ન માટે દબાણ કરતી હતી. ત્યારબાદ આફતાબે શ્રદ્ધાના શરીરના 35 ટુકડા કરી નાખ્યા. ટુકડાઓ રાખવા માટે તેણે ફ્રિજ પણ ખરીદ્યું. આફતાબે શ્રદ્ધાના મૃતદેહના ટુકડા ફ્રીજમાં રાખ્યા હતા. તે દરરોજ રાત્રે મૃતદેહને મહેરૌલીના જંગલમાં ફેંકવા જતો હતો. તેણે લગભગ 20 દિવસ સુધી આ કર્યું.

 19 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved