October 1, 2022
October 1, 2022

ઇરાનમાં આગજની, હિજાબના વિરોધમાં હજારો મહિલાઓનું પ્રદર્શન

સોશ્યલ મીડિયા પર લાગી રોક, આઠના મોત-1000ની ધરપકડ

ઇરાનમાં માથું ન ઢાંકવાના આરોપમાં પોલીસ 22 વર્ષની મહસા અમીનીને કસ્ટડીમાં લઈ લીધી હતી. મહસા કુર્દ મૂળની હતી. કસ્ટડીમાં તે ચાલી ગઈ અને 16 સપ્ટેમ્બરનાં રોજ તેનું મૃત્યુ થઈ ગયું. ત્યાર બાદ મહિલાઓમાં રોષ વધી ગયો છે. આ જ દિવસથી ઇરાનમાં પ્રદર્શન શરૂ થઈ ગયું છે. 21 સપ્ટેમ્બર સુધીમાં આ પ્રદર્શન 15 શહેરોમાં ફેલાઈ ગયું. લોકોને રોકવા માટે પોલીસ ગોળીબાર કર્યો હતો, જેમાંઆ 8 લોકોનાં મૃત્યુ થયા છે અને ઘણા લોકો ઘાયલ પણ થયા છે.

પોલીસે અત્યાર સુધી 1000 કરતાં પણ વધારે લોકોને અરેસ્ટ કર્યા છે. જ્યારે સરકારની મોરલ પોલીસિંગનો વિરોધ કરી રહેલા યુવાઓએ ગરશાદ નામક એક એપ બનાવી લીધી છે. આ એપને ગત 5 દિવસોમાં 10 લાખ લોકોએ ડાઉનલોડ કરી છે. યુવાઓ આ એપના માધ્યમથી સિક્રેટ મેસેજ ચલાવી રહ્યા છે. આ ધ્યાનમાં રાખતા તેહરાનમાં મોબાઈલ ઇન્ટરનેટ બંધ અને ઇન્સ્ટાગ્રામને બ્લોક કરવામાં આવ્યા છે.

પ્રદર્શનકારીઓનું કહેવુ છે કે લોકો અમારા વિરોધને બળવો સમજી રહ્યા છે, પણ મૌલવીઓને આ વાત સમજાતી નથી. તેઓ આંખ બંધ કરીને બેઠા છે. સરકાર આ મૌલવીઓનાં ભરોસે વધારે દિવસો સુધી શાસન નહીં કરી શકે. આ મૌલાવીઓ મહિલાઓને અધિકાર પવા માંગતા નથી.

વિન્ડ ઇન માય એરની રાઇટર મસીહ અલીનેઝાદે કહ્યું કે મારે ઘરથી નીકળવા પર હિજાબ પહેરવો પડતો હતો. છોકરીઓને હિજાબના બંધનમાં જોઈને પણ અફસોસ થતો હતો. મેં હિજાબને હટાવીને ખુદને મેળવી લીધી છે. હવે ઈરાનમાં મહિલાઓ પાછળ નહીં હટે.

 26 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved