આ મહિલા ક્રિકેટરનો કરશે રોલ
બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માના ચાહકો છેલ્લા ઘણા સમયથી કમબેકની રાહ જોઈ રહ્યા હતા જેનો આજે અંત આવ્યો છે. અનુષ્કા શર્મા ફિલ્મ ચકદા એક્સપ્રેસમાં પૂર્વ પ્રસિદ્ધ મહિલા ક્રિકેટર ઝૂલન ગોસ્વામીનું પાત્ર નિભાવ્યું છે. મહત્વનું છે કે, અનુષ્કા શર્માની છેલ્લી ફિલ્મ ઝીરો હતી. જેમાં તે શાહરૂખ ખાનની સામે જોવા મળી હતી. આ ફિલ્મ 2018માં રિલીઝ કરવામાં આવી હતી. જ્યારે ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા બાદ આ અભિનેત્રીની પહેલી ફિલ્મ છે. 2017માં લગ્ન બાદ અનુષ્કાએ બોલીવુડમાંથી બ્રેક લીધો હતો.
અનુષ્કા શર્માએ નવા વર્ષની શરૂઆતમાં તેના ચાહકોને ખુશખબર આપી છે. ટૂંક સમયમાં જ તમે તેને ઝુલન ગોસ્વામીનાં રોલમાં સ્ક્રીન પર જોઈ શકશો. ઝુલનની બાયોપિક ‘ચકદા એક્સપ્રેસ’ નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. અનુષ્કા લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે ત્યારે આ ફિલ્મ તેના ચાહકો માટે વિઝ્યુઅલ ટ્રીટ બની રહેશે. વળી, અનુષ્કાને ક્રિકેટરનાં રૂમમાં જોવાનું પણ રોમાંચક હશે. લગભગ 1 મિનિટનાં આ ટીઝરમાં મહિલા ક્રિકેટ ટીમની શરૂઆતની મુશ્કેલીઓની ઝલક આપવામાં આવી છે. બીજી તરફ, અનુષ્કા બંગાળી એક્સેન્ટમાં ઝુલન ગોસ્વામીની જેમ બોલતી જોવા મળે છે. તેણે એક ઈમોશનલ નોટ પણ લખી છે અને સમજાવ્યું છે કે આ ફિલ્મ તેના માટે કેમ ખાસ છે. અનુષ્કાએ નોટમાં લખ્યું છે કે, આ ફિલ્મ મારા માટે ખરેખર સારી છે કારણ કે તે જબરદસ્ત બલિદાનની વાર્તા છે. ચકદા એક્સપ્રેસ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ઝુલન ગોસ્વામીનાં જીવન પર આધારિત છે અને તે મહિલા ક્રિકેટની દુનિયામાં આંખ ખોલનાર બની રહેશે. જે સમયે ઝુલને ક્રિકેટર બનવાનું અને વિશ્વની સામે દેશનું સન્માન લાવવાનું નક્કી કર્યું ત્યારે મહિલાઓ માટે રમત વિશે વિચારવું પણ મુશ્કેલ હતું.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઝૂલન ગોસ્વામીની કારકિર્દી વર્ષ 2002-2021ની વચ્ચે હતી. અહેવાલ મુજબ, ચકદા એક્સપ્રેસનુ શૂટીંગ ભારત સહિત યુકેમાં પણ કરવામાં આવશે. આ ફિલ્મને અનુષ્કા શર્માના પ્રોડક્શન હાઉસ Clean Slate Filmz દ્વારા પ્રોડ્યુસ કરાઈ રહ્યું છે. આની પહેલા અનુષ્કા એનએચ 10, પરી અને પાતાલ લોક જેવી ચર્ચિત વેબસીરીઝને પ્રોડ્યુસ કરી ચૂકી છે.
69 , 1