હવે આશા પારેખને વેસ્ટર્ન કપડાં સામે વાંધો…
દિગ્ગજ એક્ટ્રેસ આશા પારેખે હાલમાં જ ગોવામાં આયોજિત 53મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં હાજરી આપી હતી. અહીંયા આશા પારેખે યુવતીઓ વેસ્ટર્નાઇઝ વધુ પડતી થઈ રહી છે અને ટ્રેડિશનલ આઉટફિટ્સ ઓછા પહેરે છે તે અંગે વાત કરી હતી. આશા પારેખના મતે યુવતીઓ આજકાલ સલવાર કમીઝ, ઘાઘરા-ચોલીને બદલે ગાઉન પહેરે છે. આ વાતથી તેઓ દુઃખી છે. ઉલ્લેખનીય છે કે થોડાં દિવસ પહેલાં જયા બચ્ચને પણ આ જ રીતની વાત કરી હતી.
આશા પારેખે કહ્યું હતું, ‘બધું જ બદલાઈ ગયું છે. ફિલ્મ હવે અલગ પ્રકારની બને છે. મને ખ્યાલ નથી, પરંતુ આપણે વધુ પડતા વેસ્ટર્નાઇઝ બની ગયા છે. છોકરીઓ ગાઉન પહેરીને લગ્નમાં આવે છે. અરે ભાઈ, આપણી પાસે ઘાઘરા ચોલી, સાડી તથા સલવાર કમીઝ છે, તે પહેરો ને. તમે એ કેમ પહેરતા નથી?’
વધુમાં તેમણે ઉમેર્યું હતું, ‘તેઓ માત્ર સ્ક્રિન પર હિરોઈનને જુએ છે અને તેમની નકલ કરવા માગે છે. સ્ક્રિન પર જે રીતના કપડાં જુએ છે તે રીતના કપડાં તેઓ પહેરે છે. જાડા હોય કે જે પણ, તે પણ આવા જ કપડાં પહેરશે. આ વેસ્ટર્નાઇઝ જોઈને મને દુઃખ થાય છે.’
78 , 1