October 1, 2022
October 1, 2022

દેશના સૌથી મોટા આર્થિક કૌભાંડના મુખ્ય આરોપી ઋષિ અગ્રવાલની સંપત્તિ જપ્ત

ધરપકડ બાદ ઋષિ અગ્રવાલની 2747 કરોડની સંપત્તિ ટાંચમાં..

CBIએ 23,000 કરોડના બેંક છેતરપિંડીના કેસમાં એબીજી ગ્રુપના સ્થાપક અને અધ્યક્ષ ઋષિ અગ્રવાલની ધરપકડ કરી લીધી છે. એબીજી શિપયાર્ડ લિમિટેડની શરૂઆત વર્ષ 1985માં થઈ હતી. ગુજરાતના દહેજ અને સુરતમાં એબીજી ગ્રુપની આ શિપયાર્ડ કંપની પાણીના જહાજોના બાંધકામ અને સમારકામમાં રોકાયેલી છે. અત્યાર સુધીમાં આ કંપની 165 જહાજો બનાવી ચૂકી છે. 1991 સુધીમાં, આ કંપનીને દેશ-વિદેશમાંથી મોટા ઓર્ડર મળ્યા, જેમાં મોટો નફો થયો હતો.

23000 કરોડના બેન્ક ફ્રોડ કેસની તપાસ ઈડી અને સીબીઆઈ ચલાવી રહી છે. મુખ્ય આરોપી એબીજી શિપયાર્ડના એમડી ઋષિ અગ્રવાલની ધરપકડના એક દિવસ બાદ હવે ઈડીએ પણ આરોપીની સુરત અને દહેજ ખાતેની 2747 કરોડની સંપત્તિ જપ્ત કરી કરી લીધી છે જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખેતીની જમીન, પ્લોટ, રહેણાંકના મકાનો સહિતની બીજી ચીજો સામેલ છે. ભારતના અત્યાર સુધીના સૌથી મોટા બેન્ક ફ્રોડમાં મોટી કાર્યવાહી કરતા સીબીઆઈએ ગુજરાત સ્થિત શિપિંગ કંપની ABG Shipyard Ltdના ચેરમેનની ધરપકડ કરી છે. હાલમાં સીબીઆઈ 23000 હજાર કરોડ બેન્ક ફ્રોડની કરી રહી છે. આ પહેલા સીબીઆઈ આ કેસમાં તેમની સામે લુકઆઉટ નોટિસ જારી કરી ચૂકી છે.

સીબીઆઈ સૂત્રોએ કહ્યું કે 28 બેન્કોને 23000 કરોડની ઠગવા બદલ સુરત સ્થિત ABG Shipyardના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની ધરપકડ કરવામાં આવી છે.

એબીજી શિપયાર્ડે 2012થી 2017 વચ્ચે 28 બેન્કોના જૂથને 23000 કરોડ રૂપિયાનો ફ્રોડ આચર્યો હતો જે થોડા સમય પહેલા બહાર આવ્યો હતો. સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. આ બેંકોમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ), આઇડીબીઆઇ અને આઇસીઆઇસીઆઇનો સમાવેશ થાય છે.

 64 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved