November 29, 2022
November 29, 2022

ક્રાઇમનું ભેદ ભરમ : પિતાએ મારી ગોળી, માં પણ ગઇ હતી લાશ ફેંકવા : પસંદગીના લગ્નથી હતા નારાજ

હત્યા બાદ લાશ સૂટકેસમાં રાખીને હાઇવે પર ફેંકી દીધી

ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં યમુના એક્સપ્રેસ વે પાસે ટ્રોલી બેગમાંથી એક યુવતીની લાશની મળી હતી. પોલીસ તપાસમાં મૃતદેહ 21 વર્ષીય આયુષી યાદવનો હોવાનો જાણવા મળ્યું હતું, જે બદરપુરની રહેવાસી હતી. રવિવારે મૃતકની માતા અને ભાઈએ લાશની ઓળખ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મામલો ઓનર કિલિંગનો હતો. ગણતરીની જ કલાકોમાં સમગ્ર હત્યાકાંડનોપ્રર્દાફાશ કરી પોલીસ હત્યારાઓ સુધી પહોંચી ગઇ હતી. હત્યારો કોઇ અન્ય નહીં પરંતુ ખુદ યુવતીનો બાપ હતો. આયુષીના પિતાએ જ પુત્રીની ગોળી મારીને હત્યા કરી હતી. ત્યારબાદ મૃતદેહને ટ્રોલી બેગમાં રાખીને એક્સપ્રેસ વેની બાજુમાં ફેંકી દીધો હતો. પોલીસે આરોપી પિતા અને માતાની ધરપકડ કરી લીધી છે. પોલીસ હત્યાના હથિયારની પણ શોધ કરી રહી છે.

પોલીસ તપાસ મુજબ, આયુષી ચૌધરી બાદરપુરની શેરી નંબર 65 ગામ મોડ બંધમાં રહેતી હતી. તેનું ભરતપુરના એક છોકરા સાથે અફેર હતું. આ છોકરો તેના ક્લાસમેટનો સંબંધી છે. માતા-પિતાને પુત્રીનું આ અફેર મંજૂર નહોતું. 17 નવેમ્બરના રોજ બપોરે આયુષીએ તે છોકરાને લઈને તેની માતા સાથે ઝઘડો કર્યો હતો. આ બાદ, માતાએ પિતાને આ વિશે જણાવ્યું હતું. અગાઉ માતા અને પિતા બંનેએ મળીને પુત્રીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ન માનતા ગુસ્સે ભરાયેલા પિતાએ લાયસન્સ રિવોલ્વરથી તેની છાતીમાં ગોળી મારીને તેણીની હત્યા કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આયુષી ઘણીવાર મોડી રાત સુધી ઘરની બહાર રહેતી હતી, જેથી તેના પિતા નારાજ હતા. તેણીએ પરિવારની સંમતિ વિના અન્ય જ્ઞાતિના યુવક સાથે લગ્ન કર્યા હતા. આ તમામ કારણોસર ગુસ્સે ભરાયેલા પિતાએ પુત્રીની હત્યા કરી લાશને મથુરામાં સુટકેસમાં ફેંકી દીધી હતી. મથુરાના એસપીના જણાવ્યા અનુસાર, માતા-પિતાની પુત્રીની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આયુષીનું અફેર બીજી જ્ઞાતિના છોકરા અને ભરતપુરમાં રહેનાર છત્રપાલ નામના છોકરા સાથે હતું. બન્નેએ એક વર્ષ પહેલા આર્ય સમાજ મંદિરમાં લગ્ન પણ કરી લીધા હતા. આયુષી તેના માતા-પિતાના ઘરે રહેતી હતી. પરિવારના સભ્યો લગ્નની વિરુદ્ધ હતા. 17 નવેમ્બરના રોજ બપોરે આયુષીની તેની માતા સાથે ઝઘડો થયો હતો. માતાએ આ અંગે પિતાને જાણ કરી હતી. નારાજ પિતા ઘરે આવ્યા હતા. તેણે આયુષીને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે સ્વીકારવા તૈયાર ન હતી. ગુસ્સે ભરાયેલા પિતાએ લાઇસન્સ રિવોલ્વરથી આયુષીની છાતીમાં બે ગોળીઓ મારી હતી. તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આયુષીની હત્યા કર્યા પછી તેના પિતાએ ઘરની નજીકની દુકાનમાંથી પોલીથીન ખરીદી હતી. બપોરે એક સૂટકેસમાં તેની લાશ પેક કરી દીધી હતી. સૂટકેસ મોડી રાત્રે 3 વાગે કારમાં મૂકી અને વહેલી સવારે 5 વાગે 150 કિમી દૂર મથુરા પાસે યમુના એક્સપ્રેસ વે પર ફેંકી દીધી હતી. પિતા કાર ચલાવી રહ્યા હતા અને માતા આગળની સીટ પર બેઠી હતી.

રવિવારે મથુરામાં પોસ્ટમોર્ટમ હાઉસે પહોંચીને આયુષીના માતા બ્રજબાળા અને ભાઈ આયુષે લાશની ઓળખ કરી હતી. ઓળખ કર્યા પછી પરિવાર પોલીસ સાથે વાતચીત કર્યા વગર જ નીકળી ગયો હતો. મીડિયાએ સવાલ કરવાના પ્રયત્ન કર્યા હતા, પરંતુ તેઓએ કંઈ જવાબ આપ્યો નહોતો.

આયુષી BCAમાં અભ્યાસ કરતી હતી. માતા અને ભાઈને ઓળખ કરતી વખતે તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેઓ એકબીજાને ભેટીને રડવા લાગ્યા હતા. આયુષી મર્ડર કેસમાં સૌથી ચોંકાવનારી વાત એ હતી કે પોલીસ ખુદ પરિવાર સુધી પહોંચી હતી. એટલે કે આયુષીના ગુમ થવા અંગે પરિવારે પોલીસને જાણ કરી ન હતી. અને ના તો આ વિશે FIR થઈ હતી.

જે રિવોલ્વરથી તેની હત્યા કરવામાં આવી તેનું લાઇસન્સ દેવરિયામાં બનેલું હતું. પોલીસ પૂછપરછ દરમિયાન બન્ને માતા-પિતા રડતા રહ્યા હતા. તેણે કહ્યું હતું કે જે પણ થયું તે અચાનક અને ગુસ્સામાં થયું હતું. પિતાએ જણાવ્યું હતું કે દીકરી અપમાનિત કરતી હતી. તેને ઘણીવાર સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ, તે સ્વીકારવા તૈયાર ન હતી.

દિલ્હીથી મથુરા પોલીસની પાસે એક કોલ આવ્યો હતો. જેમાં સૂટકેસમાં મળી આવેલી મૃત યુવતીના પરિવાર વિશે જાણકારી મળી આવી હતી. પોલીસ દાવો કરી રહી છે કે ફોન બાતમીદારે કર્યો હતો. જો કે એક વાત એ પણ સામે આવી રહી છે કે આયુષીના એક પરિચિતે મથુરા પોલીસને ફોન કરીને જાણ કરી હતી.

સૂટકેસમાંથી મળેલી લાશનો ખુલાસો મથુરા પોલીસ માટે મોટો પડકાર હતો. પોલીસે યુવતીની ઓળખ માટે 100 પોલીસ કર્મચારીઓની 14 ટીમ બનાવી હતી. પોલીસે ઘટનાસ્થળેથી ટોલ પ્લાઝા સુધીના 300 જેટલા સીસીટીવીના રેકોર્ડિંગની તપાસ કરી હતી. આ પછી પણ યુવતીની ઓળખ થઈ શકી નથી. ત્યારે પોલીસને ફોન આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે બદરપુરના મોડબંદની રહેવાસી છોકરી બે દિવસથી ગુમ છે. પોલીસ માટે આ માહિતી પૂરતી હતી. જેના આધારે પોલીસની ટીમ યુવતીના ઘરે પહોંચી હતી.

જ્યારે શુક્રવારે એટલે કે 18 નવેમ્બરે મૃતદેહ મળી આવ્યો હતો અને આ સમાચાર મીડિયાની હેડલાઇન્સ બન્યા હતા. આવી સ્થિતિમાં લખનઉથી મથુરા પોલીસને કોલ આવવા લાગ્યા હતા. મુખ્યમંત્રી અને ડીજીપી ઓફિસ પાસેથી કેસની દરેક અપડેટ માગવામાં આવી રહી હતી. યુવતીના મૃતદેહની ઓળખ થયા પછી મથુરાના એસપી સિટી માર્તંડ પ્રકાશ સિંહે મુખ્યમંત્રી અને ડીજીપી ઓફિસને જાણ કરી હતી.

 73 ,  7 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved