September 25, 2022
September 25, 2022

‘રશિયાને કોઈ રોકી નહીં શકે, પુતિન દુનિયા પર રાજ કરશે…’

દૃષ્ટિહીન ભવિષ્યવેત્તા બાબા વેંગાએ કરી હતી ભવિષ્યવાણી

રશિયા અને યુક્રેનની વચ્ચે યુદ્ધ વચ્ચે ફરી એક વખત બાબા વેંગાની ભવિષ્યવાણીની ચર્ચા ઝડપથી થઇ રહી છે. આ ભવિષ્યવાણી મુજબ પુતિન હવે યુક્રેન યુદ્ધ બાદ વિશ્વના સૌથી શક્તિશાળી માણસ બનવાના છે અને રશિયા દુનિયા પર રાજ કરશે.

દ્રષ્ટિહીન બાબા વેંગાએ 9/11 જેવા આતંકવાદી હુમતા તેમજ બ્રેક્ઝિટ જેવી ઘટનાઓની પણ આગાહી કરી હતી. તેમણે રશિયા બાબતે પણ ભવિષ્યવાણી કરી હતી. બાબા વેંગાનું 85 વર્ષની ઉંમરે નિધન થઈ ગયુ હતું. ડેઈલી મેલના એક લેખક સાથેની વાતચીતમાં બાબા વેંગાએ જણાવ્યુ હતું કે, યૂરોપ જ્યારે વેસ્ટલેન્ડ બની જશે પછી રશિયા દુનિયા પર રાજ કરશે.

બાબા વેંગાએ કહ્યુ હતું કે, બરફની જેમ બધું જ ઓગળી જશે. બસ એક જ વસ્તુ રહેશે…વ્લાદિમિરની ભવ્યતા, રશિયાની ભવ્યતા. રશિયાને કોઈ રોકી નહીં શકે. બાબા વેંગાએ આગળ જણાવ્યુ હતું કે, રશિયા પોતાના રસ્તામાંથી તમામ અવરોધોને હટાવી દેશે અને તે વિશ્વ પર રાજ કરશે. તે આ સમગ્ર દુનિયા માટે ઈશ્વર બની જશે.

ઉલ્લેખનીય છે કે વેંગાનો જન્મ વર્ષ 1911માં થયો હતો. 12 વર્ષની ઉંમરમાં એક વાવાઝોડા દરમિયાન તેમણે જોવાની ક્ષમતા ગુમાવી દીધી હતી. એવું કહેવામાં આવે છે કે ચક્રવાતને કારણે તેઓ જમીન પર પડી ગયા હતા અને ધૂળ આંખમાં ગઈ હોવાને કારણે તેમણે જોવાની ક્ષમતા ગુમાવી દીધી, પરંતુ બદલામાં તેમને ભવિષ્યવાણીની શક્તિ મળી ગઈ હતી. બાબા વેંગાએ 5079 સુધીની ભવિષ્યવાણી કરી હતી.

એવું માનવામાં આવે છે કે તેમના દ્વારા કરવામાં આવેલી 85 ટકા ભવિષ્યવાણી અત્યાર સુધી સાચી પડી છે. નોંધનીય છે કે બાબા વેંગાએ આઈએસઆઈએસના ઉદયની પણ ભવિષ્યવાણી કરી હતી અને કહ્યુ હતું કે અમેરિકાના 44મા રાષ્ટ્રપ્રમુખ આફ્રિકન-અમેરિકન હશે.

 141 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved