November 29, 2022
November 29, 2022

આજથી ગાંધીનગરની પાંચ વિધાનસભા બેઠક પર બેલેટથી મતદાન…

ચૂંટણી કાર્યમાં રોકાયેલા સરકારી કર્મચારીઓ કરી શકશે વોટિંગ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આગામી એક ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું અને 5 ડિસેમ્બરએ બીજા તબક્કાનું મતદાન થવાનું છે. જ્યારે 8 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. આગામી 1 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાય તે પહેલા જ આજથી ગાંધીનગરની 5 વિધાનસભા બેઠક માટે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાશે. ચૂંટણી કાર્યમાં રોકાયેલા કર્મચારી આજથી 28 નવેમ્બર સુધી મતદાન કરી શકશે.

ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે મતદાન કેન્દ્રો પર સરકારી કર્મચારીઓને તૈનાત કરવામાં આવે છે. તેવામાં ચૂંટણી પ્રક્રિયામાં અવિરત કાર્યરત તમામ સરકારી અધિકારીઓ-કર્મયોગીઓ પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સુવિધા આપવામાં આવે છે.

જે અંતર્ગત ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અને જેમણે 12-ડી ફોર્મ ભરીને આપ્યું હોય તેવા કર્મચારીઓ નિયત કરેલાં સ્થળોએ સવારના 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી બેલેટથી મતદાન કરી શકશે.

 9 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved