October 6, 2022
October 6, 2022

રિયલ્ટી કંપની સુપર ટેકના ડેવલપર નાદાર

25000 હજાર હોમ બાયરો ‘બેઘર’ બનશે

દિલ્હી-એનસીઆર સ્થિત મોટી રિયલ્ટી કંપની સુપરટેક લિમિટેડ પાસે ઘર બુક કરાવનાર અને હોમ બાયર્સને આજે મોટો ઝાટકો લાગ્યો છે. નોંધનીય છે કે, ડેવલપર જેની પાસે નોયડા, ગ્રેટર નોયડા, ગાઝિયાબાદ અને ગુરૂગ્રામમાં ચાલી રહેલા ઘણા પ્રોજેક્ટસ આજે નાદાર જાહેર કરવામાં આવ્યા છે. આજે બન્નેં પક્ષોની દલીલો સાંભળ્યા પછી ટ્રિબ્યુનલે સુપરટેકને નાદારીમાં મૂકી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, સુપરટેક પર યુનિયન બેંકનું ઘણું દેવું બાકી છે.જોકે, રિપોર્ટમાં કેટલું દેવું બાકી છે તે અંગેની માહિતી આપવામાં આવી નથી. અહેવાલમાં જણાવાયું છે કે યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ લોનની ચુકવણીમાં કંપનીના વારંવાર ડિફોલ્ટને કારણે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ની દિલ્હી બેંચમાં સુપરટેક સામે નાદારીની અરજી દાખલ કરી હતી. NCLTએ શુક્રવારે આ અરજી સ્વીકારી લીધી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી-એનસીઆરમાં ચાલતી સુપરટેકની યોજનાઓ અધૂરી છે અને જે લોકોએ પોતાના ઘર બુક કરાવ્યા છે તેમની આવકનો મોટો હિસ્સો તેમાં સામેલ છે. આવી સ્થિતિમાં હવે જ્યારે સુપરટેક સામે નાદારીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, તેનાથી લગભગ 25 હજાર ઘર ખરીદનારાઓને મોટો ફટકો પડ્યો છે. આ લોકોએ સુપરટેકના વિવિધ પ્રોજેક્ટ્સમાં તેમના મકાનો બુક કરાવ્યા છે અને તેમને કબજો આપવાનો બાકી છે.

 73 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved