October 6, 2022
October 6, 2022

મોદી સરકારમાં બેંકોને NPAના પૈસા પાછા મળ્યા: નિર્મલા સીતારામન

UPA સરકારે ડિફોલ્ટર્સના લેણાં વસૂલ્યા વિના NPAમાં ફેરવ્યા

કેન્દ્રનાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને લોકસભામાં અગાઉની UPA સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, UPAની સરકારમાં ક્યારેય ડિફોલ્ટર્સ પાસેથી પૈસા પાછા મેળવી શકાયા ન હતા. UPA સરકારે ડિફોલ્ટર્સનાં બાકી લેણા વસૂલ કર્યા વિના તેને બેન્કોની NPAમાં જ ફેરવ્યા હતા.

મોદી સરકારનાં શાસનમાં પહેલીવાર બેન્કો ડિફોલ્ટર્સ પાસેથી તેમની લેણી રકમ વસૂલ કરી શકી હતી. જે લોકોએ નાની બચત કરનારાઓ સાથે છેતરપિંડી કરીને તેમની પાસેથી ખોટી રીતે પૈસા પડાવ્યા છે તેમની સામે સરકાર દ્વારા FIR કરાઈ છે અને શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે. RBI દ્વારા એપ્લિકેશન્સ આધારિત ફાઈનાન્શિયલ કંપનીઓની કામગીરી પર દેખરેખ રાખવામાં આવી રહી છે.

નાણાપ્રધાને DMKના ટી આર બાલુના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, સરકાર દ્વારા લોન ડિફોલ્ટર્સ સામે પગલાં લેવાઈ રહ્યાં છે અને NPAમાં ઘટાડો કરાઈ રહ્યો છે. બેન્કો દ્વારા લોન માંડવાળ કરવામાં આવે તેનો મતલબ એવો નથી કે સંપૂર્ણપણે લોનની રકમ માંડી વાળવી.

બેન્કો દ્વારા દરેક લોનની રકમ વસૂલવા પગલાં લેવામાં આવી રહ્યાં છે. લોન ડિફોલ્ટર્સ પાસેથી બેન્કોએ રૂ. 10,000 કરોડથી વધુ રકમ વસૂલ કરી છે. તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. કોંગ્રેસ તેમજ વિપક્ષોએ એ કડવું સત્ય સ્વીકારવું પડશે કે, UPA સરકારમાં રાજકીય દબાણોને વશ થઈને લોકોને જંગી લોન આપવામાં આવતી હતી.

સરકાર દ્વારા રૂ. 5000 કરોડની શેરમૂડી સાથે નેશનલ લેન્ડ મોનેટાઈઝેશન કોર્પોરેશન (NLMC)ની સ્થાપના કરવામાં આવશે. આ સંપૂર્ણ માલિકીની પેઈડ અપ શેર કેપિટલ રૂ. 150 કરોડ રહેશે. કેન્દ્રની કેબિનેટ દ્વારા આ દરખાસ્ત મંજૂર કરાઈ છે. NLMCની રચનાનો હેતુ સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝ (CPSEs) તેમજ અન્ય સરકારી સંસ્થાઓની વધારાની જમીન તેમજ બિલ્ડિંગ્સને મોનેટાઈઝ કરવાનો છે. સરકાર દ્વારા 9 (CPSEs)ને આ માટે અલગ તારવવામાં આવી છે જેની 3479 એકર ફાજલ જમીન અને મકાનોને મોનેટાઈઝ કરાશે.

 46 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved