October 1, 2022
October 1, 2022

આગામી મહિનામાં 21 દિવસ બેંકો રહેશે બંધ રહેશે..! જરુરી કામ 30 તારીખ પહેલા પતાવી લો

ઓક્ટોબર મહિનામાં દિવાળી સહિત અનેક મોટા તહેવારો

આ સપ્ટેમ્બર મહિનો પૂરો થવામાં છે અને જો તમારે બેંકના કોઈ કામ પતાવવાનો હોય તો જલ્દી કરજો કારણ કે, ઓક્ટોબર મહિનો ભારતમાં તહેવારોનો મહિનો કહેવાય છે. વર્ષના ઘણા મોટા તહેવારો આ મહિનામાં આવે છે. ઓક્ટોબરમાં નવરાત્રી, દુર્ગા પૂજા, દશેરા, દિવાળી, છઠ પૂજા સહિતના અનેક તહેવારો આ મહિનામાં ઉજવવામાં આવશે. આ જ કારણ છે કે ઓક્ટોબર મહિનો રજાઓથી ભરપૂર રહેશે અને બેંકો આખા મહિનામાં માત્ર 9 દિવસ જ કામ કરશે. એટલે કે 21 દિવસ બેંકોમાં રજા રહેશે. તેથી, જો તમારે પણ કેટલાક મહત્વપૂર્ણ બેંકિંગ કામ કરવાના હોય અને તેમાં પણ ખાસ કરીને બેંકની બ્રાન્ચમાં જવું પડે તેમ હોય તો તેને આ મહિનામાં જ પૂર્ણ કરો તો સારું રહેશે.

રિઝર્વ બેંક દરેક કેલેન્ડર વર્ષમાં બેંકોની રજાઓની યાદી બહાર પાડે છે. જે મુજબ આ રજાઓ છે જોકે અહીં એ સ્પષ્ટ કરી દઈએ કે ઓક્ટોબરમાં દેશભરની તમામ બેંકો 21 દિવસ સુધી બંધ નથી રહેવાની. આરબીઆઈ દ્વારા રજાઓની જે યાદી બહાર પાડવામાં આવે છે તેમાંથી ઘણી રજાઓ રાષ્ટ્રીય સ્તરની હોય છે જ્યારે કેટલીક રજાઓ રાજ્ય સ્તરની હોય છે. જ્યારે રાષ્ટ્રીય સ્તરની રજાઓ હોય છે તે દિવસે દેશભરમાં બેંકિંગ સેવાઓ બંધ રહે છે. પરંતુ જ્યારે રજાઓ સ્થાનિક અથવા તો રાજ્ય સ્તરની હોય છે. તે દિવસોમાં બેંકની તે જ શાખાઓ માત્ર રજા પાડે છે જે તે રાજ્યમાં આવેલી હોય છે. અલગ-અલગ રાજ્યો માટે રજાઓની યાદી પણ અલગ-અલગ હોય છે.

બેંકોની મોટાભાગની સેવાઓ ઓનલાઈન હોય છે, મોબાઈલ બેકિંગ અને નેટ બેંકિંગે ગ્રાહકોની અનેક મુશ્કેલીઓ ઓછી સરળ બનાવી દીધી છે. તેથી જો બેંકમાં રજા હોય તો તે દિવસે તમે જરુરી બેકિંગની અનેક સેવાઓનો ઓનલાઈન ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે ઓનલાઈન સેવાઓનો કઈ રીતે ઉપયોગ કરવો તેની જાણકારી જરુર લેવી જોઈએ. કારણ કે બની શકે કે તમારે બેંકનું જે કામ છે તે ઓનલાઈન જ પતિ જતું હોય તો તમારે બ્રાન્ચની મુલાકાત લેવાની પણ જરુર નહીં રહે. જોકે તેમ છતાં કેટલાક કામ એવા હોય છે જેના માટે બ્રાન્ચની મુલાકાત લેવી જ પડે છે. ત્યારે આ રજાઆઓનું લિસ્ટ તમારા ધ્યાનમાં રાખજો.

 19 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved