January 30, 2023
January 30, 2023

બીસીસીઆઈ સચિવ શાહનો એસીસીમાં કાર્યકાળ લંબાવામાં આવ્યો

જય શાહ 2024 સુધી એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ રહેશે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સચિવ જય શાહને લઈ શનિવારે એક મોટી અપડેટ સામે આવી છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ની બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, વર્ષ 2024 સુધી જય શાહ જ એસીસીના અધ્યક્ષ બની રહેશે. શનિવારે યોજાયેલી એજીએમની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

એસીસી દ્વારા ટ્વિટમાં લખવામાં આવ્યું હતું કે, એસીસીના તમામ સદસ્યોએ એકમતથી નક્કી કર્યું છે કે, જય શાહનો એસીસી પ્રેસિડેન્ટ તરીકેનો કાર્યકાળ વર્ષ 2024 સુધી લંબાવી દેવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, એશિયન ક્રિકેટ કાઉન્સિલમાં 5 બોર્ડ સ્થાયી સદસ્ય છે. તેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે. તે સિવાય નેપાળ, ઓમાન, યુએઈ, ભૂતાન, હોંગકોંગ, થાઈલેન્ડ, ચીન, બહેરીન સહિત અન્ય કેટલાય દેશોના ક્રિકેટ બોર્ડ પણ આ કાઉન્સિલનો હિસ્સો છે.

આ AGMમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, કતાર ક્રિકેટ અસોસિએશનને હવે કાઉન્સિલના ફુલ મેમ્બર તરીકેનો દરજ્જો આપવામાં આવશે. પહેલા તેને ફક્ત અસોસિએટનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

 87 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved