October 6, 2022
October 6, 2022

રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસે પહેલા હાર્દિક પટેલે આપ્યો મોટો સંકેત

હાર્દિકના કોંગ્રેસને રામ-રામ? ટ્વીટર પરથી ‘કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ’ હટાવ્યું

ગુજરાત પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી સામે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી ચૂકેલા હાર્દિક પટેલે આખરે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હોય તેવું સામે આવી રહ્યું છે. આ મામલે કોંગ્રેસ કે પછી હાર્દિકે કોઈ સત્તાવાર જાહેરાત તો નથી કરી, પરંતુ હાર્દિકે પોતાની ટ્વીટર પ્રોફાઈલ પરથી ‘કાર્યકારી અધ્યક્ષ કોંગ્રેસ’ હટાવી દીધું છે. તેના બદલે તેણે પોતાના ઈન્ટ્રોમાં પોતાને દેશભક્ત, સામાજિક અને રાજકીય એક્ટિવિસ્ટ લખ્યું છે.

હાર્દિકના ફેસબુક પેજ પર હજુય તે કોંગ્રેસ સાથે જોડાયેલો છે તેવું લખેલું જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ ભાજપમાં જોડાવાનો છે તેવી અટકળો છેલ્લા કેટલાક દિવસથી પ્રવર્તી રહી છે. ખુદ હાર્દિકે પણ તેના વિશે આડકતરા અણસાર આપ્યા છે, અને ભાજપની નેતાગીરીના વખાણ પણ કર્યા છે.

12 માર્ચ 2019માં સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાણ કર્યું હતું. જોકે, તે પહેલા 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેણે ભાજપ વિરુદ્ધ મોટાપાયે પ્રચાર પણ કર્યો હતો.હાર્દિકે ગયા સપ્તાહમાં પોતાના પિતાની પ્રથમ પુણ્યતિથિ નિમિતે વીરમગામમાં મોટો કાર્યક્રમ રાખ્યો હતો. એવું કહેવાય છે કે, આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલને પણ નિમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ બંનેમાંથી એકેય નેતા ત્યાં નહોતા ગયા. બીજી તરફ, પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના મોટાભાગના સિનિયર નેતાઓ ત્યાં પહોંચ્યા હતા, પરંતુ હાર્દિકની નારાજગીના અહેવાલોને તેમણે ફગાવી દીધા હતા.

 52 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved