October 6, 2022
October 6, 2022

પંજાબ ચૂંટણીમાં AAPના ભગવંત માન મુખ્યમંત્રી પદના ઉમેદવાર

આપના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત

ઉત્તરપ્રદેશ પંજાબ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે જેના પગલે વિધાનસભા ચૂંટણીના પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે આમ આદમી પાર્ટીએ પંજાબમાં મુખ્યમંત્રીના ભગવંત માન મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા છે જેની ઘોષણા ખુદ આપના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રીએ અરવિંદ કેજરીવાલે કરી છે.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. પંજાબના સીએમની પસંદગી માટે 21 લાખ 59 હજાર લોકોએ મત આપ્યા જેમાં 93.3 ટકા લોકોએ ભગવંત સિંહ માનને સીએમ તરીકે પસંદ કર્યા છે. તેમણે કહ્યું કે ભગવંત સિંહ માન મારા નાના ભાઈ જેવા છે. પરંતુ જો હું તેમના નામની જાહેરાત પહેલા કરત તો લોકો આરોપ લગાવત કારણ કે મોટાભાગના લોકો ભાઈ ભત્રીજાવાદ જ કરે છે. પરંતુ અમારી પાર્ટીએ સીએમની પસંદગી માટે લોકતાંત્રિક રીત અપનાવી. દેશના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે જ્યારે કોઈ પાર્ટીએ સીએમના ચહેરા માટે લોકો પાસે અભિપ્રાય માંગ્યા છે.

 65 ,  2 

Gujarat Vandan © 2021, All Rights Reserved