October 6, 2022
October 6, 2022

ભાન ભૂલ્યા ગાયિકા , ઉડયા નિયમોના ધજાગરા…

દિવ્યા ચૌધરીએ ઉડાવ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, 3 લોકો વિરૂદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ

કોરોના કાળમાં અવારનવાર નિયમોનું ઉલ્લંઘન એ તો જાણે કે પરમ્પરા બની ગઈ હોય તેવું લાગે છે .કોઈ રાજનેતા હોય કે પછી કોઈ મોટું માથું કે પછી કોઈ મોટો પક્ષ નિયમો તોડવા એ તો જાણે કે આદત પડી ગઈ હોય તેવું બનવા લાગ્યું છે. સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતો વધુ એક વીડિયો સામે આવ્યા છે. કાંકરેજ તાલુકામાં લગ્ન પ્રસંગે સિંગર દિવ્યા ચૌધરીનો સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતો વીડિયો વાયરલ થયો છે.

વધારે વિગતોમાં ,કાંકરેજ તાલુકાના થરામાં લગ્ન પ્રસંગે સિંગર દિવ્યા ચૌધરી દ્વારા સોશિયલ ડિસ્ટન્સના ભંગ કરાયો હતો અને તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, દિવ્યા ચૌધરી લગ્ન પ્રસંગમાં માસ્ક વગર અને લોકોની ભીડ એકત્રિત કરી સરેઆમ કોવિડ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કર્યું હતું. તેમજ ભારે ભીડમાં લોકો એકત્રિત થયેલા અને નાચતા જોવા મળી રહ્યા હતા .મજાની વાત તો એ છે કે,દિવ્યા ચૌધરીએ પોતે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.

જો કે મહત્વનું અને નોંધનીય એ છે કે , સામાન્ય નાગરિક માસ્ક વગર પકડાય છે ત્યારે તેની પાસેથી દંડ વસૂલવામાં આવ્યા છે ,પરંતુ જ્યારે આવા લોકો પર કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.

ઉલ્લેખનીય છે કે, સોશિયલ ડિસ્ટન્સના ભંગ મામલે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. થરા પોલીસ દ્વારા સિંગર દિવ્યા સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધી છે. થરા પોલીસ દ્વારા દિવ્યા ચૌધરી, વરરાજાના પિતા અને લગ્નના આયોજક શંકરભાઈ રાજાભાઈ ચૌધરી અને કેટરિંગના સંચાલક પરેશ નાગજીભાઈ ચૌધરી સામે ફરિયાદ નોંધી છે.

 119 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved