September 25, 2022
September 25, 2022

બિહાર : સુશાસન બાબુએ રાજ્યપાલ પાસે સમય માંગ્યો, આરજેડી સાથે સરકાર બનાવે તેવી શક્યતા

ભાજપના તમામ મંત્રીઓ પણ રાજ્યપાલને સોંપશે રાજીનામું

બિહારની રાજનીતિમાં ખૂબ ઝડપથી સમીકરણો બદલાઈ રહ્યા છે. મુખ્યમંત્રી નીતીશ કુમાર ભાજપ સાથે સત્તા લક્ષી ગઠબંધન તોડીને જૂના સાથે લાલુની પાર્ટી આરજેડી સાથે સરકાર બનાવે તેવી પરિસ્થિતિ આકાર લઈ રહી છે. દરમિયાન ભાજપના તમામ મંત્રીઓ સરકારમાંથી નીકળી જઈને પોતાના મંત્રી પદના રાજીનામા નીતીશને નહીં પણ રાજ્યપાલને આપવાનું નક્કી કર્યું છે. ખુદ મુખ્યમંત્રીએ પણ રાજ્યપાલને મળીને મુખ્યમંત્રી પદે આપે શકે છે રાજીનામું અને નવી સરકાર રચવાની દરખાસ્ત કરી શકે છે. બિહારનું આખરી ચિત્ર રાજ્યપાલ નક્કી કરે તેમ છે.

જેડીયુ અને ભાજપે 2020ની બિહાર વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડી હતી. ભાજપે ઓછી સીટો મેળવીને પણ નીતિશ કુમારને સીએમ બનાવ્યા. ત્યારથી બંને પક્ષો વચ્ચે બોલાચાલી ચાલી રહી હતી. બંને પક્ષોના નેતાઓ પણ ઘણા મુદ્દાઓ પર અલગ-અલગ નિવેદન આપતા જોવા મળ્યા હતા. હવે ભાજપ સાથે જેડીયુનું ગઠબંધન તૂટવાનું નક્કી થઈ ગયું છે.

ભાજપને ફરી છૂટાછેડા આપશે નીતિશ?

બિહારમાં હાલ એવી સ્થિતિ છે કે નીતિશ અને ભાજપનું ગઠબંધન કેટલા દિવસ નહીં, પરંતુ કેટલા કલાકો ટકવાનું છે તેની ગણતરી ચાલી રહી છે. ભાજપ સાથે હાથ મિલાવ્યાના બાદ નીતિશ ગઠબંધન તોડવાની તૈયારીમાં છે. આજે તેમણે પક્ષના સાંસદો અને ધારાસભ્યોની બેઠક પણ બોલાવી હતી, જેમાં તેમના એક સમયના ખાસ વિશ્વાસુ અને પૂર્વ કેન્દ્રિય મંત્રી RCP સિંહના બળવા ઉપરાંત ભાજપ સાથેના અન્ય પ્રશ્નો અંગે ચર્ચા થઈ હતી. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં જે રીતે ભાજપે એકનાથ શિંદેનો ઉપયોગ કરી શિવસેનામાં તોડફોડ કરી ઉદ્ધવ ઠાકરે સરકારને ઘરભેગી કરી દીધી, તે જ રીતે RCP સિંહનો બિહારમાં ઉપયોગ થશે તેવો નીતિશને ડર હતો. જેના કારણે તેમણે આરસીપીને કટ ટૂ સાઈઝ કરી નાખ્યા અને તેમની રાજ્યસભાની ટર્મ પણ ના લંબાવી તેમને કેન્દ્રિય મંત્રીમંડળમાંથી રાજીનામું આપવાની ફરજ પાડી હતી.

 82 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved