‘આયુર્વેદમાં મર્યાદિત માત્રામાં દારૂનું સેવન દવા સમાન’
મધ્યપ્રદેશમાં દારૂબંધીની માંગ પર બીજેપી સાંસદે કહ્યું, આયુર્વેદમાં મર્યાદિત માત્રામાં દારૂનું સેવન દવા સમાન છે. દારુ એ દવા સમાન છે જો યોગ્ય માત્રામાં તેનુ સેવન કરો તો. આ શબ્દો છે ભોપાલના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરના…
મધ્યપ્રદેશમાં દારુબંધીની માગ અંગે જ્યારે બીજેપી સાંસદને પૂછવામાં આવ્યુ તો તેમણે જણાવ્યુ કે આયુર્વેદમાં મર્યાદિત માત્રામાં દારૂનું સેવન દવા સમાન છે. એટલે કે મર્યાદામાં દારૂ પીવો એ દવા સમાન છે. જ્યારે દારૂનું વધુ પડતું સેવન ઝેર સમાન છે.
ભોપાલના સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે અવારનાવર પોતાના નિવેદનોને લઇને ચર્ચામાં રહે છે. ત્યારે દારુબંધીના આ નિવેદનને લઇને તેઓ ફરીથી ચર્ચાનો વિષય બન્યા છે. તેમના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે દારુને મર્યાદિત માત્રામાં લેવામાં આવે તો તે દવાનું કામ કરે છે અને તે અમર્યાદિત માત્રામાં ઝેર છે. તે દરેક વ્યક્તિએ સમજવું જોઈએ, સાંભળવું જોઈએ અને તેનો વધુ પડતો ઉપયોગ કરવાથી જે નુકસાન થાય છે. તે જોતા દારુનું સેવન બંધ કરવું જોઇએ.
મધ્યપ્રદેશમાં દારુબંધી પર ગરમાયુ રાજકારણ
મધ્યપ્રદેશમાં દારુબંધીને લઇને રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપના ઘણા નેતાઓ આ અંગે નિવેદન આપી ચૂક્યા છે. પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ પણ શિવરાજસિંહ ચૌહાણને દારુબંધી લાગુ કરાવવા માટે જાન્યુઆરી સુધીનો સમય આપ્યોછે. જો મધ્યપ્રદેશમાં દારુબંધી નહી થાય તો તેઓ આંદોલન શરુ કરશે.
182 , 1