November 30, 2022
November 30, 2022

ભાજપે 8 વર્ષમાં 23 કરોડ લોકોને ગરીબ બનાવ્યા, મનિષ તિવારીનો દાવો

UPA સરકારે 27 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા હતાં

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો જંગ જોરદાર જામ્યો છે. તમામ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ તેમજ આપ પાર્ટી સહિત વિવિધ પક્ષો એકબીજા પર નિશાન સાધી પોતપોતાની જીતનો દાવો કરી રહ્યા છે. કોંગ્રેસના સ્ટાર પ્રચારક મનિષ તિવારી અમદાવાદમાં ભાજપા પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે ભાજપ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, 2014 પહેલાં યુપીએ સરકારે 27 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા હતાં. જ્યારે ભાજપની સરકારે માત્ર આઠ જ વર્ષમાં 23 કરોડ લોકોને ગરીબ બનાવી દીધાં છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, GST લાગુ થવાથી 2 લાખ 30 હજાર લઘુ ઉદ્યોગ બંધ થયાં છે. આ ભાજપની સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ વસૂલી 27.2 લાખ કરોડ ભેગા કર્યા છે. 2014માં 410 રૂપિયાનો ગેસ સિલિન્ડર હવે 1060 રૂપિયાનો થઈ ગયો છે.

તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીએ પણ બેરોજગારીને લઇ ભાજપા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું આજે મને દુ:ખ થાય છે કે આજે યુવાઓ બેરોજગાર છે ખેડૂતોને સારા ભાવ નથી મળતા તેમણે કહ્યું કે, માતા-પિતાએ પેટે પાટામાંથી ભણાવે તે અન્જિનયર બન્યો હોય પરંતું તે મૂંજરી કરે છે તે વાતથી આજે ખૂબ દુ:ખ થાય છે. તેમણે કહ્યું કે, ભારત જોડો યાત્રામાં મને એક યુવક મળ્યો અને ગળે મળીને રડવા લાગ્યો હતો મેં પૂછ્યું કે કેમ રડે છે તેણે કહ્યું કોરોનામાં મારો પરિવાર મૃત્યુ પામ્યો છે. તેમણે કહ્યું કે, હું નાના હતો ત્યારે દાદી ઈન્દીરાજીએ મને એક પુસ્તક આપ્યું હતું જે આદિવાસી બાળક વિશેનું હતું જેનું નામ હતો ‘હિન્દુ એક આદિવાસી બચ્ચા’ જે હું મારા દાદી સાથે વાંચતો હતો અને એક દિવસ મેં દાદીને કહ્યું કે આ પુસ્તક મને ખૂબ સરસ લાગે છે તેમને કેવું લાગે છે ત્યારે તેમણે કહ્યું કે, રાહુલ આ હિન્દુસ્થાનના અસલી માલિક આદિવાસી જ છે તેમણે કહ્યું ભારત સમજવું છે તો આદિવાસીઓના જીવન સમજવું જરૂરી જે ત્રણ બાબત સાથે સંકળાયેલા છે જળ, જંગલ અને જીવન.

Box- ગુજરાતની રાજનીતિના ત્રિકોણીય જંગમાં કોણ બનશે “ગુજરાતનો નાથ”?

ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. ગુજરાતમાં 182 બેઠકો છે અને સત્તારૂઢ ભાજપ સતત છઠ્ઠી વખત સત્તામાં આવવાનું લક્ષ્ય ધરાવે છે. અને અત્યાર સુધી, ભાજપ એક રસપ્રદ ત્રિકોણીય રેસમાં અગ્રેસર હોય તેવું લાગી રહ્યું છે જેનું રાજ્ય દાયકાઓ બાદ સાક્ષી બની રહ્યું છે.

ભાજપ વિધાનસભા ચૂંટણીને પહેલા કરતા વધુ ગંભીરતાથી લઈ રહ્યું છે. આપને તેનું મુખ્ય કારણ માનવામાં આવે છે. ગુજરાતે પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસને એકબીજા સાથે લડતા જોયા છે, પરંતુ આ વખતે AAPની એન્ટ્રીથી મોટા રાજકીય સમીકરણો બદલાઈ ગયા છે. AAP શહેરી વિસ્તારોમાં ભાજપને અને ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસને નુકસાન પહોંચાડે તેવી અપેક્ષા છે. આનાથી ભાજપ કરતાં કોંગ્રેસને વધુ આંચકો લાગવાની ધારણા છે. જો તમે જીતેલી બેઠકોની સંખ્યાના સંદર્ભમાં ઉડતા રંગો સાથે બહાર ન આવશો તો પણ; તે ચોક્કસપણે મોટો વોટ શેર મેળવવા તરફ આગળ વધી રહ્યો છે જે ભાજપ અને કોંગ્રેસ બંને માટે ચિંતાનો વિષય છે.

 24 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved