September 25, 2022
September 25, 2022

ભાજપે મને 50 કરોડ સાથે મંત્રી પદની આપી ઓફર….

વિધાનસભાના વિપક્ષ નેતા સુખરામ રાઠવાનો ઘટસ્ફોટ

ગુજરાત રાજયમાં વિધાનસભાની ચૂંટણીની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. આ ચુંટણીમાં ભાજપ, કોંગ્રેસ સાથે આપ પણ જોરશોર થી તૈયારીઓમાં લાગી ગઈ છે. ત્યારે ધારાસભ્યોના ખરીદ વેચાણના પણ આક્ષેપો સામે આવી રહ્યા છે. કોંગ્રેસનાં દિગ્ગજ નેતાએ ભાજપ ઉપર આક્ષેપ કર્યો છે કે ભાજપ દ્વારા તેમને ભાજપમાં જોડાવવા માટે રૂપિયા 50 કરોડની ઓફર કરવામાં આવી છે.

છોટાઉદેપુરના બોડેલીના સ્વામી નારાયણ મંદિરે કોગ્રેસના જીલ્લા પ્રમુખના સન્માન સમારંભના કાર્યક્રમમાં સુખરામ રાઠવા એ આપેલા નિવેદનથી ભારે હંગામો મચી ગયો છે. તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યુ હતું કે મને ભાજપમાં જોડાવા માટે રૂ. 50 કરોડની ઓફર કરવામાં આવી હતી. તેમણે જણાવ્યુ હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી અમે જીતીશું અને બે હજાર બાવીસમાં કોંગ્રેસ લાવીશું. આમ આદમી પાર્ટીનુ શાસન આવવાનુ નથીતે માત્ર લોભામણા વચનો આપે છે. 64 ધારાસભ્યો એ મારી સાથે સહભાગી બન્યા એટલે તેમના વાલી બની એમની તરફદારી કરવા બંધાયેલો છુ. અમારા ધારાસભ્યોના સંપર્કમાં રહીને સારા માણસોને લઇ જવા માટે ના પ્રયત્નો થઇ રહ્યા છે. અમે ગુજરાતમા કોંગ્રેસ નુ સાસન લાવીએ છીએ ગુજરાતના ખેડુતો ગુજરાતના યુવાનો ગુજરાતની ગૃહીણીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.

વધુમાં તેમણે જણાવાયું હતું કે, ભાજપે મોહનરાઠવાના પુત્ર રાજુ રાઠવા જે મારા જમાઈ છે તેને પણ ઓફર કરી હતી. આ ઉપરાંત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલને પણ ઓફર આપવામાં આવી. સુખરામ રાઠવાએ દાવો કર્યો કે ભાજપને તેને ચૂંટણી લડવાનો ખર્ચ તેમજ મંત્રી બનાવવા માટે પણ લાલચ આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજયમાં વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે ત્યારે તમામ પક્ષો ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લાગવી રહ્યા છે. અને અન્ય પક્ષના નેતા અને કાર્યકર્તા ને પોતાનામાં સામેલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસની સારી એવી પકડ છે. અને ભાજપ આ ચુંટણીમાં આજ વિસ્તારોમાં પોતાની પકડ મજબૂત કરવા માંગે છે.

 125 ,  4 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved