‘લવ જેહાદ’ની ઘટનાઓ પર કેન્દ્રિત કરી રહી છે ધ્યાન
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા છગન ભુજબલે સોમવારે આક્ષેપ કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારે બેરોજગારી, મોંઘવારી અને ખેડૂતોની આત્મહત્યા જેવા મુદ્દાઓને બાજુ પર મૂકી દીધા છે. તેના બદલે તે ‘લવ જેહાદ’ની ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. સમતા પરિષદ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં તેમણે આ વાત કહી.
પત્રકારો સાથે વાત કરતા ભુજબલે કહ્યું કે, બેરોજગારી, મોંઘવારી અને ખેડૂતોની આત્મહત્યા એ સૌથી મહત્વના મુદ્દા છે. ભાજપ સરકાર આ મુદ્દાઓને ઢાંકવા અને ચૂંટણીમાં ફાયદો મેળવવા લવ જેહાદની ઘટનાઓને સામે લાવી રહી છે.
રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના સંદર્ભમાં, એનસીપી નેતાએ કહ્યું, “અમે ઘણા પ્રસંગોએ રાજ્યપાલને ‘મારે જવું છે’ કહેતા સાંભળ્યા છે, પરંતુ કેન્દ્ર સરકારે તેમને રહેવા માટે કહ્યું છે.” ભુજગલે સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી (SPPU) દ્વારા ગણેશ અથર્વશીર્ષ પર મફત અભ્યાસક્રમ શરૂ કરવાના પગલા પર વધુ પ્રશ્ન કર્યો.
80 , 1