October 1, 2022
October 1, 2022

પાંચ રાજ્યોમાં ભાજપે 344 કરોડનો ચૂંટણી ખર્ચ કર્યો..

2017ની સરખામણીએ 58 ટકા જેટલો વધુ

ચૂંટણી રાજકારણમાં રાજકીય પક્ષોના ખર્ચમાં તોતીંગ વધારો થતો રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપ દ્વારા 344 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જે 2017ની સરખામણીએ 58 ટકા જેટલો વધુ હતો.

ચૂંટણી પંચમાં ચૂંટણી ખર્ચમાં રિપોર્ટમાં જણાવાયા પ્રમાણે ભાજપ દ્વારા ઉતરપ્રદેશ, પંજાબ, ગોવા, મણીપુર અને ઉતરાખંડની પાંચ રાજ્યોની ચૂંટણીમાં 344.27 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જે પાંચ વર્ષે આ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણી દરમિયાન કરાયેલા ખર્ચ કરતાં 58 ટકા વધુ હતો. પાંચ વર્ષ પૂર્વે ભાજપનો ખર્ચ 218.26 કરોડ હતો.

ભાજપ ઉપરાંત કોંગ્રેસના ચૂંટણી ખર્ચમાં પણ મોટો વધારો થયો છે. પાંચ રાજ્યોમાં 194.80 કરોડનો ખર્ચ કર્યો હતો જે 2017ના 108.14 કરોડની સરખામણીએ 80 ટકા વધુ હતો.

 11 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved