September 28, 2022
September 28, 2022

વડોદરાના સાંડેસરા બંધુઓના 16 હજાર કરોડના બેંક કૌભાંડમાં બોલીવુડ કનેક્શન

અભિનેતા ડીનો મોરિયા અને પ્રોડ્યુસર સંજય ખાનની સંપત્તિ ટાંચમાં લેવાઈ

નેશનલાઇઝ બેંકો અને ફાયનાન્સ કંપનીઓને કરોડોનો ચૂનો ચોપડી વિદેશમાં ફરાર થઇ જનાર કૌભાંડી સાંડેસરા બંધુઓનું બોલિવુડ કનેક્શન સામે આવ્યું છે.. 16 હજાર કરોડના બેંક કૌભાંડમાં બોલિવુડ અભિનેતા ડીનો મોરિયા અને પ્રોડ્યુસર સંજય ખાનની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે. સાંડસરાના બંગલાનું ઈન્ટરિયર ડિઝાઈન શાહરુખની પત્ની ગૌરી ખાન અને સુઝાને કર્યું હતું. સુઝાનની મુલાકાતને પગલે સાંડેસરા સંજય ખાનના સંપર્કમાં આવ્યો હતો.

મની લોન્ડરિંગના કેસમાં નીતિન સાંડેસરા, તેમના ભાઈ ચેતન સાંડેસરા તથા તેમના પત્ની દિપ્તી સાંડેસરા અને પરિવારના અન્ય એક સભ્ય હિતેશ પટેલને ભાગેડુ જાહેર કરવામાં આવેલા છે. તેમને વિદેશથી પાછા લાવવા માટે પ્રયાસ ચાલી રહ્યા છે તેવુ સરકારનુ કહેવુ છે. કેસમાં અત્યાર સુધી પાંચ ચાર્જશીટ ફાઈલ થઈ ચુકી છે. આ કેસમાં આંધ્ર બેન્ક સહિતની બેન્કો સાથે લોનની 16,000 કરોડ રુપિયાની છેતરપિંડીનો આરોપ સ્ટર્લિંગ ગુ્રપના સાંડેસરા બંધુઓ પર મુકાયેલો છે.

ઈડી દ્વારા 2017માં સીબીઆઈની ફરિયાદના આધારે સાંડેસરા બંધુઓ સામે આ કેસમાં કાર્યવાહી શરુ કરવામાં આવી હતી.ઈડીનુ કહેવુ છે કે, અત્યાર સુધીમાં સાંડેસરા બંધુઓની 14543 કરોડની સંપત્તિ ટાંચમાં લેવાઈ છે.

 61 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved