September 25, 2022
September 25, 2022

બોલિવૂડનું ‘બ્રહ્માસ્ત્ર’ : રણબીર-આલિયાની બહુચર્ચિત ફિલ્મે ત્રણ દિવસમાં વર્લ્ડવાઈડ 225 કરોડ કરી કમાણી

‘બ્રહ્માસ્ત્ર’ છેલ્લા 6 વર્ષમાં પ્રથમ વિકેન્ડમાં સૌથી વધુ કમાણી કરતી ફિલ્મ બની

અયાન મુખર્જીના ડિરેક્શનમાં બનેલી ‘બ્રહ્માસ્ત્ર’ પહેલા દિવસથી જ કમાણી મામલે રેકોર્ડ બનાવી રહી છે. શુક્રવાર 9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયેલી ‘બ્રહ્માસ્ત્ર’એ પહેલા દિવસે કમાણીના અનેક રેકોર્ડ તોડ્યા છે. ફિલ્મે ઓપનિંગ ડે પર ઇન્ડિયામાં 35 કરોડનું કલેક્શન કર્યું છે. ગ્લોબલ બિઝનેસ ગ્રોસ 75 કરોડ રૂપિયાનો રહ્યો છે. તો બીજી દિવસે એટલે કે શનિવારે ફિલ્મે વધુ 85 કરોડનો બિઝનેસ કર્યો છે અને ત્રીજા દિવસે 45 કરોડનું કલેક્શન કર્યું છે આમ પ્રથમ સપ્તાહમાં 125થી વધુ કરોડની કમાણી કરી છે એટલું જ નહીં ‘બ્રહ્માસ્ત્ર’ છેલ્લા 6 વર્ષમાં પ્રથમ વિકેન્ડમાં સૌથી વધુ કમાણી કરતી ફિલ્મ બની ગઈ છે જ્યારે ગ્લોબલ બોક્સ ઓફિસ પર 225 કરોડનો વકરો કર્યો છે.

અયાન મુખર્જીના ડિરેક્શનમાં બનેલી 410 કરોડની ‘બ્રહ્માસ્ત્ર’એ 36 કરોડની કમાણી કરી છે. રણબીરની છેલ્લે રિલીઝ થયેલી છ ફિલ્મમાંથી ‘બ્રહ્માસ્ત્ર’ પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મમાં રણબીર-આલિયા ઉપરાંત નાગાર્જુન, અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, મૌની રોય મહત્ત્વના રોલમાં છે.

અયાન મુખર્જીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ 9 સપ્ટેમ્બરના રોજ ભારતમાં 5019 સ્ક્રીન્સ પર તથા વિદેશમાં 3894 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. ફિલ્મના ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ સ્ટાર સ્ટુડિયોની પાસે છે. આ ફિલ્મ વર્લ્ડવાઇડ 8913 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે.

 24 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved