September 25, 2022
September 25, 2022

બોલિવૂડની ધક ધક ગર્લ 54 વર્ષની વયે લાગે છે ઝકાસ…

નવી અભિનેત્રીઓને આપી રહી છે ટક્કર…

બોલિવૂડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત એક એવી એક્ટ્રેસ છે જે લાખો લોકો માટે પ્રેરણાથી ઓછી નથી. માધુરીએ પોતાની એક્ટિંગથી તો દિલ જીત્યા જ છે, તેમજ માધુરીએ અમેરિકામાં તેના પરિવાર માટે કારકિર્દીમાંથી બ્રેક લીધો હતો અને જ્યારે તે વર્ષો પછી ફિલ્મોમાં પાછી આવી ત્યારે તેણે એકવાર તેની કુશળતાથી દરેકના દિલ જીતી લીધા હતા. હવે હસીના માત્ર એક્ટિંગ પર જ નહીં પરંતુ તેના સ્ટાઇલિશ દેખાવ પર પણ ખૂબ ધ્યાન આપે છે.

ફેશન સ્ટાઈલ મામલે માધુરી દિવસેને દિવસે એટલી આકર્ષક બની રહી છે, જેનો કોઈ જવાબ નથી. 54 વર્ષની ઉંમરમાં પણ માધુરી દીક્ષિત એટલી સુંદર અને યુવાન દેખાય છે કે તેની સુંદરતા દરેક આઉટફિટમાં જોવાલાયક હોય છે.

સાડી હોય, લહેંગો હોય કે વેસ્ટર્ન સિલુએટ હોય, માધુરી દરેક આઉટફીટમાં તેની ફેશન સેન્સ એકદમ ટોચ પર જ રાખે છે. હાલના દિવસોમાં પણ તેણે એકથી વધુ સ્ટાઇલિશ અને ગ્લેમરસ લુક્સ સામે આવી રહ્યાં છે. જેમાં તેના તમામ કપડા ખૂબ જ આકર્ષક લાગી રહ્યા છે.

જોકે, આ સુંદર એક્ટ્રેસને મોટાભાગના ભારતીય પોશાક પહેરવાનું પસંદ છે, પરંતુ આમ છતાં તેણે ક્યારેય અન્ય આઉટફીટ અજમાવવાનું બંધ કર્યું નથી. તે હંમેશા તેની ફેશન સેન્સ સાથે પ્રયોગ કરતી જોવા મળે છે અને તેથી જ તે વેસ્ટર્ન સિલુએટ્સમાં પણ ખૂબસૂરત લાગે છે.

 53 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved