November 30, 2022
November 30, 2022

બોલિવૂડના ‘કિંગ ખાન’ને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સન્માનિત કરવામાં આવશે

ફિલ્મ ઉદ્યોગમાં તેમના અસાધારણ યોગદાન માટે સન્માનિત કરવામાં આવશે

બોલિવૂડના ‘કિંગ ખાન’, રોમાંસના બાદશાહ અને સૌથી આકર્ષક અભિનેતા શાહરૂખ ખાનના નામે વધુ એક ખિતાબ નોંધવા જઈ રહ્યો છે. અભિનેતાને રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સન્માનિત કરવામાં આવશે. રેડ સી આઈએફએફએ રવિવારે જાહેરાત કરી હતી કે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને જેદ્દાહમાં ફેસ્ટિવલની બીજી આવૃત્તિના ઉદઘાટન સમારોહમાં ફિલ્મ ઉદ્યોગમાં તેમના અસાધારણ યોગદાન માટે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

રેડ સી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના સીઈઓ મોહમ્મદ અલ તુર્કી પણ કિંગ ખાન માટે ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. તેઓએ એક નિવેદન બહાર પાડતા કહ્યું, “અમે વૈશ્વિક સુપરસ્ટાર અને સૌથી પ્રતિભાશાળી અભિનેતા શાહરૂખ ખાનનું સન્માન કરવા માટે રોમાંચિત છીએ. તેણે તેની શરૂઆતની ફિલ્મોથી જ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા છે અને તે આજે કામ કરી રહેલા વિશ્વના સૌથી પ્રખ્યાત અભિનેતાઓમાંના એક છે.”

સાઉદી અરેબિયાના લાલ સાગરમાં આયોજિત આ ફેસ્ટિવલ 1 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધી ચાલશે. જેમા લગભગ 41 ભાષાઓમાં 61 દેશોની 131 ફીચર અને શોર્ટ ફિલ્મો પણ અહીં દર્શાવવામાં આવશે. વિશ્વભરના ફિલ્મ જગતના સ્થાપિત અને ઉભરતા પ્રતિભાશાળી સ્ટાર્સ આ ફેસ્ટિવલમાં ભાગ લેશે.

શાહરૂખ વિશ્વના સૌથી સફળ ફિલ્મ સ્ટાર્સમાંથી એક છે, જેણે 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને ફિલ્મ ઉદ્યોગમાં ત્રણ દાયકાથી વધુ સમય સુધી કામ કર્યું છે, તેને રેડ સી ફેસ્ટિવલમાં વિશેષ સન્માન આપવામાં આવશે. ભારત ઉપરાંત સમગ્ર વિશ્વમાં શાહરૂખના કરોડો ચાહકો છે.

 19 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved