October 1, 2022
October 1, 2022

મુંબઈમાં વીડિયો કોલથી બ્લાસ્ટ કરવાની ધમકી : પોલીસ એલર્ટ

પોલીસે વીડિયો કોલ કરનારની તપાસ શરુ

મુંબઈમાં ફોન પર ધમકીની ઘટનાઓ સતત વધી રહી છે. દેશની આર્થિક રાજધાનીમાં એક પછી એક ધમકીભર્યા ફોન આવી રહ્યા છે. આ સમયે સાંતાક્રુઝમાં રહેતા એક શખ્સે આવી જ રીતે ધમકી આપી હતી. સાંતાક્રુઝમાં રહેતા એક શખ્સે એક અજાણ્યા વ્યક્તિએ વોટ્સએપ પર વીડિયો કોલ કરીને કહ્યું કે બોમ્બ બ્લાસ્ટથી ભારતમાં વિનાશ સર્જવો છે. આ ફોન કોલ બાદ પોલીસ દ્વારા સાંતાક્રુઝમાં રહેતા શખ્સ ઓળખ મેળવવામાં આવી રહી છે.

મુંબઈમાં આજે શાંતાક્રુઝમાં રહેતા એક વ્યક્તિને વોટ્સએપ કોલ મારફત બોંબ વિસ્ફોટની ધમકી મળતા જ મહાનગર પોલીસ એલર્ટ થઇ ગઇ છે. 26-11 સહિતના હુમલાનો ભોગ બની ચૂકેલી આ મહાનગરીમાં આજે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેમાં શાંતાક્રૂઝમાં રહેતા વ્યક્તિએ જણાવ્યું કે તેણે કોઇ અજાણ્યા નંબરથી વોટ્સએપ વીડિયો કોલ કરીને બોંબ વિસ્ફોટથી ભારતને તબાહ કરવાની તૈયારીમાં છે તેવું જણાવ્યું હતું. જે અંગે આ વ્યક્તિએ પોલીસને જાણ કરતાં તૂર્ત જ ફોન નંબર પરથી વિડીયો કોલ કરનારની તપાસ શરુ કરવામાં આવી છે.

જે વ્યક્તિને આ ફોન મળ્યો તે એક રાજકીય પક્ષ સાથે જોડાયેલો છે અને તેણે પોલીસને પોતાના ફોન કોલીંગ અંગે માહિતી પહોંચાડતા જ મહાનગરમાં સાયબર પોલીસને પણ એલર્ટ કરી દેવામાં આવી હતી.

ટોચના સુત્રોના જણાવ્યા મુજબ કોલ કરનાર વ્યક્તિનું સરનામુ પોલીસને મળી ગયું છે અને તેને ઝડપી લેવા માટે કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે.

 12 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved