:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

બેન્ક ઓફ બરોડાએ ₹12,902 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો: ત્રિમાસિક ગાળાનાં નાણાકીય પરિણામો જાહેર ..

top-news
  • 08 Feb, 2024

જાણીતી સાર્વજનિક બેન્ક બેન્ક ઓફ બરોડાએ ત્રિમાસિક સમયગાળાના નાણાકીય પરિણામો જાહેર કર્યાં છે. એક નજર...

મુખ્ય હાઇલાઇટ્સ-

31 ડિસેમ્બર 2023એ વૈશ્વિક વેપાર 10.7% વધીને ₹22,94,627 કરોડ પહોંચ્યો.
નાણાકીય વર્ષ 24ના ત્રીજા ત્રિમાસિક ગાળમાં ચોખ્ખો નફો ₹4,579 કરોડ નોંધાયો, જે પાછલા વર્ષના આ સમયગાળા કરતાં 18.8%ની વૃદ્ધિ દર્શાવે છે. 
ત્રિમાસિક ગાળામાં એસેટ્સ પરનું વળતર (આરઓએ) 1.20% અને નાણાકીય વર્ષ 24ના પ્રથમ નવ મહિનામાં 1.15% રહ્યું.
નાણાકીય વર્ષ 24ના પ્રથમ નવ મહિનામાં ઇક્વિટી પરનું વળતર (ROE) 168 bps વધીને 18.70% થયું.
નાણાકીય વર્ષ 24ના પ્રથમ નવ મહિનામાં પાછલા વર્ષના આ સમયગાળાની તુલનામાં 18.8%ની તંદુરસ્ત ઓપરેટિંગ આવકવૃદ્ધિથી નફાકારકતાને સબળ ટેકો મળ્યો. 
નાણાકીય વર્ષ 24ના પ્રથમ નવ મહિનામાં નોન-ઇન્ટરેસ્ટ ઇન્કમમાં ~1.5 x વૃદ્ધિથી ઓપરેટિંગ ઇન્કમ વધીને INR 10,304 કરોડ રહી. 
ઓપેક્સમાં નિયંત્રિત વધારા સહ આવકમાં તંદુરસ્ત વૃદ્ધિથી નાણાકીય વર્ષ 24ના પ્રથમ નવ મહિનામાં, પાછલા વર્ષના આ સમયગાળાની તુલનામાં ઓપરેટિંગ પ્રોફિટમાં 21.7%ની વૃદ્ધિ નોંધાઈ છે.
કોસ્ટ ટુ ઇન્કમ રેશિયો પણ નાણાકીય વર્ષ 24ના પ્રથમ નવ મહિનામાં 123 bps YoY ઘટીને 47.13% થયો છે.
ગ્લોબલ નેટ ઇન્ટરેસ્ટ માર્જિન (NIM)માં ક્રમિક 3 bps સુધારો થયો છે જે નાણાકીય વર્ષ 24ના પ્રથમ નવ મહિનામાં 3.10% રહ્યું છે જે પાછલા વર્ષના આ સમયગાળામાં હતું.
નાણાકીય વર્ષ 24ના પ્રથમ નવ મહિનામાં ચોખ્ખું વ્યાજ માર્જિન (NIM) 3.14% રહ્યું છે.
બીઓબીએ એસેટની ગુણવત્તામાં નાણાકીય વર્ષ 24ના પ્રથમ નવ મહિનામાં જેમાં જીએનપીએમાં 145 બીપીએસનો નોંધપાત્ર ઘટાડો જોયો છે. પાછલા વર્ષના આ સમયગાળાના .53%થી ઘટીને એ 3.08% થયો છે. 
નાણાકીય વર્ષ 24ના પ્રથમ નવ મહિનામાં બેન્કની NNPAમાં 29 bps ઘટીને 0.70% રહી છે, જે પાછલા વર્ષના આ સમયગાળામાં 0.99% હતી..
બીઓબીની બેલેન્સ શીટ, TWO સાથે 93.39% અને TWO વિના 77.70%ના તંદુરસ્ત પ્રોવિઝન કવરેજ રેશિયો (પીસીઆર) સાથે મજબૂત રહી છે. 
નાણાકીય વર્ષ 24ના પ્રથમ નવ મહિનામાં ધિરાણ ખર્ચ 0.69% અને ત્રીજા ત્રિમાસિક ગાળામાં 0.39% સાથે 1%ની નીચે રહ્યો છે.
31 ડિસેમ્બર 2023ના રોજ લિક્વિડિટી કવરેજ રેશિયો (LCR) 133% સાથે સ્વસ્થ રહ્યો છે.
પાછલા વર્ષના પ્રથમ નવ મહિનાની તુલનામાં, નાણાકીય વર્ષ 24ના પ્રથમ નવ મહિનામાં બીઓબીના ગ્લોબલ એડવાન્સીસે, 13.6%ની વૃદ્ધિ મજબૂત રિટેલ લોન બુક સાથે નોંધાવી છે. ઓટો લોન (24.3%) હોમ લોન (15.6%) પર્સનલ લોન (60.8%) મોર્ગેજ લોન (10.5%) એજ્યુકેશન લોન (18.3%) જેવા ઉચ્ચ લક્ષિત ક્ષેત્રોમાં વૃદ્ધિથી બેન્કના ઓર્ગેનિક રિટેલ એડવાસીસમાં 22% નો વધારો થયો છે.

નફાકારકતા
BOBએ નાણાકીય વર્ષ 24ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ₹4,579 કરોડનો એકલ ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જ્યારે કે પાછલા વર્ષે આ સમયગાળામાં એ ₹3,853 કરોડ નોંધાયો હતો. નાણાકીય વર્ષ 24ના પ્રથમ નવ મહિનામાં ચોખ્ખો નફો ₹12,902 કરોડ (+38.2% YoY) રહ્યો છે, જે પાછલા વર્ષના આ સમયગાળામાં ₹9,334 કરોડ હતો.
નાણાકીય વર્ષ 24ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં વ્યાજની ચોખ્ખી આવક (NII) 2.6% વધીને ₹11,101 કરોડ થઈ છે. નાણાકીય વર્ષ 24ના પ્રથમ નવ મહિનામાં NIIએ 10.4%ની વૃદ્ધિ નોંધાવી છે અને તે ₹32,929 કરોડ છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎