:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

સૌથી મોટી વીમા કંપની LICનો સ્ટોક રેકોર્ડ ઊંચાઈએ !!!! શેરધારકોને શેર પર 4 રૂપિયાનું ડિવિડન્ડ આપવાની કરી જાહેરાત ...

top-news
  • 09 Feb, 2024

જાહેર ક્ષેત્રની સૌથી મોટી વીમા કંપની LICનો સ્ટોક રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયો છે. તે જ સમયે કંપનીએ તાજેતરમાં તેના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે જેમાં નફામાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. વીમા કંપની LICએ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન રૂપિયા 9,444 કરોડનો નફો કર્યો છે.

પરિણામની જાહેરાત બાદ કંપનીએ તેના શેરધારકોને ખુશ કરી દીધા છે. નફાના પરિણામો જાહેર કર્યા પછી LIC એ શેરધારકોને પ્રત્યેક શેર પર 4 રૂપિયાનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. 

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે LICનો નફો 6334 કરોડ રૂપિયા હતો અને હવે 2023-2024ના Q3 પરિણામોમાં LICનો નફો 49% વધ્યો છે. ત્રીજા ક્વાર્ટરના નાણાકીય પરિણામોની જાહેરાત કરતી વખતે LICએ જણાવ્યું હતું કે તેણે આ સમયગાળા દરમિયાન કુલ રૂપિયા 1.17 લાખ કરોડનું પ્રીમિયમ મેળવ્યું છે જે ગયા વર્ષના સમાન ક્વાર્ટર કરતાં 5 ટકા વધુ છે.

ગયા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂપિયા 1.11 લાખ કરોડનું પ્રીમિયમ પ્રાપ્ત થયું હતું. LICનો નફો 49 ટકા વધીને રૂપિયા 9,444 કરોડ થયો છે. કંપનીના બોર્ડે આગામી 30 દિવસમાં શેરધારકોને પ્રતિ શેર 4 રૂપિયાનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે.

જીવન વીમા વ્યવસાયમાં 58.90 ટકા હિસ્સા સાથે LIC દેશની સૌથી મોટી વીમા કંપની છે. ડિસેમ્બર 2023 સુધીમાં LICની AUM 49.66 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. જે ગયા વર્ષના સમાન સમયગાળા સુધી રૂપિયા 44.34 લાખ કરોડ હતો. કંપનીના શેરમાં થયેલા વધારાને કારણે LIC પણ સમાચારમાં છે.

ગુરુવારે એલઆઈસીનો સ્ટોક 1145 રૂપિયાના જીવનકાળની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. સર્વોચ્ચ સ્તરે કારોબાર કરતા શેરની માંગ વધી છે. બજાર બંધ થવાના સમયે શેર રૂ.1105.25 પર બંધ થયો હતો. LICનું માર્કેટ કેપ 7 લાખ કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયું છે. LIC બજાર મૂલ્યની દૃષ્ટિએ પાંચમી સૌથી મોટી લિસ્ટેડ કંપની બની ગઈ છે અને તે ઈન્ફોસિસથી થોડાક જ ડગલાં દૂર છે. LICનો સ્ટોક છેલ્લા ત્રણ મહિનામાં 80 ટકા અને એક મહિનામાં 34 ટકા વધ્યો છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎