:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

એપલ માટે આજે ભારત એક મોટું બજાર બન્યું: ભારતે iPhone 15ના વેચાણનો બનાવ્યો નવો રેકોર્ડ...

top-news
  • 12 Feb, 2024

હાલમાં વિશ્વમાં ભારત એક વિકાસતું અર્થતંત્ર સાબિત થઈ રહ્યું છે,તેથી વિશ્વના સમૃદ્ધ દેશ ભારતમાં તેમના ઉત્પાદન એકમોની શરૂઆત કરવા માટે તત્પર જોવા મળી રહ્યા છે.તેવામાં Apple ભારતમાં મોટા પાયે સ્માર્ટફોનનું ઉત્પાદન કરવાની સાથે તેણે ભારતે iPhone 15ના વેચાણનો નવો રેકોર્ડ પણ બનાવ્યો છે.  iPhone 15ના ઘણા મોડલ ભારતમાં જ બનાવવામાં આવ્યા છે. 

Appleના આ મેડ ઈન ઈન્ડિયા આઈફોન 15ની ખરીદીમાં ઘણો રસ જોવા મળી રહ્યો છે, જ્યારે મેડ ઈન ઈન્ડિયા સ્માર્ટફોનની માંગથી ચીન પરેશાન છે. વાસ્તવમાં એપલ તેની મેન્યુફેક્ચરિંગ લાઇનઅપને ચીનથી ભારતમાં મોટા પાયે શિફ્ટ કરી રહી છે, જેના કારણે ચીનને બિઝનેસના દૃષ્ટિકોણથી નુકસાન થઈ રહ્યું છે. 

કેનાલિસના અહેવાલ મુજબ, એપ્લાને 2023ના ચોથા ક્વાર્ટરમાં અત્યાર સુધીની સૌથી વધુ શિપમેન્ટ હાંસલ કરી છે. વર્ષ 2023ના ચોથા ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 50 ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી છે. કંપનીએ લગભગ 3 મિલિયન આઇફોન મોકલ્યા છે. આ સાથે બજાર હિસ્સો વધીને 7.3 ટકા થઈ ગયો છે.રિપોર્ટ અનુસાર ટ્રેડ-ઈન પ્રોગ્રામ અને ઈન્સ્ટન્ટ બેન્કિંગ ડિસ્કાઉન્ટને કારણે ભારતમાં Apple ઉત્પાદનોની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. 

2023ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 40 હજારથી વધુના સેગમેન્ટમાં iPhoneના વેચાણમાં વાર્ષિક ધોરણે 33 ટકાની વૃદ્ધિ જોવા મળી રહી છે. Apple આ સેગમેન્ટમાં 75 ટકા માર્કેટ શેર હાંસલ કરવામાં સફળ રહી છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2024માં ભારતીય સ્માર્ટફોન માર્કેટ લગભગ 5 ટકા વધવાની ધારણા છે.

લંડન સ્ટોક એક્સચેન્જમાં માહિતી આપતા ફોક્સકોન હોન હાઈ ટેક્નોલોજી ઈન્ડિયાએ કહ્યું કે તેણે બેંગલુરુના ગ્રામીણ વિસ્તારમાં 300 એકર જમીન ખરીદી છે, જેના માટે કંપનીએ 300 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. Foxconn વતી પેરેન્ટ કંપની Hon Hai Precision દ્વારા આ વ્યવહાર કરવામાં આવ્યો છે. આઇફોન નિર્માતાએ બેંગ્લોર ગ્રામીણ જિલ્લાના દેવનાહલ્લી તાલુકામાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્વેસ્ટમેન્ટ સેક્ટરમાં જમીન ખરીદી છે.

કંપની તેના સૌથી મોટા બજાર ચીનથી દૂર તેના મેન્યુફેક્ચરિંગ બેઝને વૈવિધ્યીકરણ કરવા માંગે છે. પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમના ફાયદાઓને કારણે, ફોક્સકોન જેવા iPhone નિર્માતાઓ ભારતને iPhones બનાવવા માટે યોગ્ય સ્થળ તરીકે જોઈ રહ્યા છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎