:
Breaking News
NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?. બજેટ પૂર્વે આર્થિક સર્વે રજૂ: ઉદ્યોગ જગતને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સની નીતિઓમાં સુધારો કરશે તેવી અપેક્ષા, શું બજેટ પછી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ભાવ ઘટશે?. હોકી પ્લેયર શ્રીજેશની મોટી જાહેરાત: સુપરસ્ટાર ગોલકીપર શ્રીજેશે સોશિયલ મીડિયા પર કરી નિવૃતિની જાહેરાત, કહ્યું- પેરિસ ગેમ્સ પછી રમતમાંથી સંન્યાસ લેશે. કાવડ યાત્રા-નેમપ્લેટ વિવાદ: સુપ્રીમ કોર્ટે કહ્યું- દુકાનદારોએ પોતાની ઓળખ જાહેર કરવાની જરૂર નથી પરંતુ ખોરાક શાકાહારી છે કે માંસાહારી છે તે પ્રકાશિત કરવું જરૂરી. સરકારનો મોટો નિર્ણય: સરકારી કર્મચારીઓ RSSના કાર્યક્રમોમાં જોડાઈ શકશે, 58 વર્ષ પહેલા લગાવવામાં આવ્યો હતો પ્રતિબંધ; જાણો કોંગ્રેસે શું કહ્યું ?.

સરકારે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગના 3 પ્રોજેક્ટને મંજૂરી આપી PM સૂર્ય ઘર યોજના-ખેડૂતોને ખાતર સબસિડીના મુદ્દે લેવાયો નિર્ણય...

top-news
  • 29 Feb, 2024

ભારતનું પોતાનું સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગનું સપનું હવે સાકાર થવા જઈ રહ્યું છે. ગુરુવારે કેબિનેટની બેઠકમાં સરકારે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગના 3 પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. જેમાંથી બે પ્રોજેક્ટ ટાટા ગ્રુપના છે જ્યારે એક પ્રોજેક્ટ જાપાનીઝ કંપનીનો છે.

કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટની મીટીંગ બાદ આ સમગ્ર પ્લાન વિશે માહિતી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબીનેટની બેઠકમાં PM સૂર્ય ઘર યોજના અને ખેડૂતોને ખાતર સબસિડીના મુદ્દે પણ નિર્ણયો લેવાયા છે.

પીએમ-સૂર્ય ઘર યોજના હેઠળ દેશના 1 કરોડ ઘરને 300 યુનિટ મફત વીજળી સાથે કમાણીની તક મળશે. સરકાર આ યોજના પર 75,021 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યુ હતું કે, દેશમાં સ્થાપિત થનારા 3 સેમિકન્ડક્ટર યુનિટમાં કુલ 1.26 લાખ કરોડ રૂપિયાના રોકાણનો અંદાજ છે.

સરકાર દ્વારા મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્સમાં, CG પાવર જાપાનની રેનેસાસ ઈલેક્ટ્રોનિક્સ કોર્પ અને થાઈલેન્ડની સ્ટાર્સ માઈક્રોઈલેક્ટ્રોનિક્સના સહયોગથી ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે. ટાટા સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ પ્રાઈવેટ લિમિટેડ આસામના મોરીગાંવમાં 27,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે.

ટાટા ગ્રૂપની ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રા.લિ. તાઈવાનની પાવરચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશનના સહયોગથી ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે. સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને લઈ આવેલા આ મોટા સમચારની અસર તેની સાથે સંકળાયેલી કંપનીના શેરના ભાવમાં પણ જોવા મળી શકે છે અને આવનારા સમયમાં તેમાં વધારો થઈ શકે છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎