:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ભારતનું સૌ પ્રથમ લાલ મરચુ પોષણ તત્વો સાથેઃ વિટામીન B-12, D3, અને Eના ગુણો સાથે...

top-news
  • 20 Mar, 2024

કિચન  એક્સપ્રેસ રજુ કરે  છે  ભારતનું સૌ  પ્રથમ  લાલ મરચું  પાવડર પ્લસ +જેમાં પોષણ ઉમેરાયું છે . કિચન  એક્સપ્રેસે એક તદ્દન અનોખી પહેલ  કરી  છે.તાજેતરમાં તેમણે  ગર્વભેર  પોતાની નવીનતમ અને ઈનોવેટીવ પ્રોડક્ટ રજુ કરી -કીચન એક્સપ્રેસ રેડ ચીલી  પાવડર પ્લસ +. આ એવું લાલ મરચું  છે કે જેમાં વિટામીન B-12, D3, અને E ના ગુણો છે.

એક નવી  જ કેડી  કંડારનારી આ  પ્રોડક્ટ, તમારી  વાનગીઓને  મસાલેદાર બનાવવાની  સાથોસાથ , તમારા  રોજિંદા ભોજનમાં જરૂરી પોષણ  પણ  ઉમેરે છે.
કિચન  એક્સપ્રેસનો પાયો 1990 ના દશકામાં અરવિંદભાઈએ પોતાની દીર્ઘ દ્રષ્ટિ અને ઉધોગ સાહસિકતાનો સુમેળ સાધીને આ  નવા  સાહસની સ્થાપના કરેલ. તેમને 50 વર્ષથી  વધારે  વર્ષોનો અનુભવ  હતો. તેમણે  મસાલા  ઉધોગમાં ગુજરાતમાં વિવિધ પ્રોડક્ટ  બનાવવાની શરૂઆત  કરી જે unorganised હતો  તેમને  સંગઠિત  કરવામાં તેમનો  સિંહ ફાળો છે.

કિચન એક્સપ્રેસની આગેકુચમાં તેમના  પુત્રો રાકેશભાઈ પટેલ. ડાયરેક્ટર અને ચિરાગભાઈ પટેલ ડાયરેકટર  તરીકે જોડાઈને બ્રાન્ડનું વિસ્તરણ કર્યું. અને હવે ત્રીજી પેઢીના યુવરાજ પટેલ  જોડાઈ ગયા છે  અને આ  નવી  પ્રોડક્ટ ઇનોવેસન  રેડ ચીલી  પાવડર  પ્લસ +બજારમાં લોન્ચ  કરી  છે. યુવા ડાયરેક્ટર યુવરાજ પટેલ  નવી પ્રોડક્ટ લોન્ચથી  બહુ જ ઉત્સાહિત છે.

તેઓ કહે  છે, "કિચન  એક્સપ્રેસ રેડ ચીલી  પાવડર પ્લસ +રજુ  કરતા  અમને  ખુબ  જ આનંદ  થાય  છે. ભોજનના સ્વાદમાં રંગત  લાવવાની સાથે ભારત  દેશમાં જ્યાં વિટામીન  અને ખાસ  કરીને  B-12, D-3 અને E ની ઉણપ વ્યાપક પ્રમાણમાં જોવા મળે  છે. આ  અમારું આ ઈનોવેટીવ પગલું ગ્રાહકની સુખાકારીમાં યોગદાન રૂપ બનશે. લાલ મરચું દૈનિક  વપરાશની  પ્રોડક્ટ છે અને તેના દ્વારા  અમારું લક્ષ્ય એ જ  છે  કે અમે ભોજનમાં પોષણ  લાવી શકીયે..""

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎