:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

31 માર્ચ પહેલા રોકાણ કરી બચાવો ટેક્સ; દીકરીના નામે રોકાણ કરીને કરમુક્તિનો મેળવો લાભ..

top-news
  • 30 Mar, 2024

વર્તમાન નાણાકીય વર્ષ 2023-2024 31 માર્ચે સમાપ્ત થવા જઈ રહ્યું છે ત્યારે આ સાથે, ઘણા નાણાકીય કાર્યોની સમયમર્યાદા પણ સમાપ્ત થઈ જશે. તેથી  ચાલુ નાણાકીય વર્ષ માટે જો આવકવેરો બચાવવા માંગો છો, તો તમે બાકીના દિવસોમાં કેટલીક યોજનાઓમાં રોકાણ કરીને ટેક્સ બચાવી શકો છો. આ સ્કીમ્સમાં NPS થી ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડનો સમાવેશ થાય છે. 

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ : લોકપ્રિય ટેક્સ બચત વિકલ્પ અને લાંબા ગાળાના રોકાણનો વિકલ્પ PPF છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)માં નાણાં જમા કરીને, તમે આવકવેરાની કલમ 80C હેઠળ રૂ. 1.5 લાખ સુધીનો ટેક્સ બચાવી શકો છો. તમે આ સ્કીમમાં દર વર્ષે 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો અને 7.1 ટકા વ્યાજ મેળવી શકો છો. આ યોજનામાં પાકતી મુદત 15 વર્ષ છે અને તેને 5 વર્ષ સુધી વધારી શકાય છે.

નેશનલ પેન્શન સિસ્ટમ : નેશનલ પેન્શન સિસ્ટમ નિવૃત્તિ માટે જંગી ભંડોળ પૂરું પાડી શકે છે. તમે એનપીએસમાં રોકાણ કરીને આવકવેરાની કલમ 80CCD (1B) હેઠળ રૂ. 50,000નો વધારાનો ટેક્સ પણ બચાવી શકો છો. આ એક માર્કેટ લિંક્ડ સ્કીમ છે, જે પેન્શનની સાથે એકમતી રકમનો લાભ આપે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના: દીકરીઓની સુરક્ષા માટે સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) શરૂ કરી હતી. તમે તમારી દીકરીના નામે આ સ્કીમમાં રોકાણ કરીને કરમુક્તિનો લાભ મેળવી શકો છો. આ સ્કીમ હેઠળ, તમે કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટનો દાવો કરી શકો છો. આ યોજના હેઠળ સરકાર 8.2% વળતર આપે છે.

મ્યુચ્યુઅલ ફંડ: ઇક્વિટી માર્કેટમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારાઓને પણ ટેક્સમાં છૂટ મળી શકે છે. તમે ELSS મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને કર લાભો મેળવી શકો છો, જેને ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે SIP રોકાણ શરૂ કરીને પણ કર મુક્તિનો દાવો કરી શકો છો

ફિક્સ ડિપોઝિટ: ટેક્સ સેવિંગ એફડીનો વિકલ્પ બેંકો અને સ્મોલ ફાઇનાન્સ બેંકો દ્વારા આપવામાં આવે છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો આ યોજનામાં રોકાણ કરીને કર મુક્તિનો દાવો કરી શકે છે. 5 વર્ષની FDમાં રોકાણ કરીને આવકવેરાની કલમ 80C હેઠળ રૂ. 1.5 લાખની કર મુક્તિ મેળવી શકાય છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎